માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 21233 રોકબોટમ, સુધારા માટે 21578 ક્રોસ થવી જરૂરી, ઇન્ટ્રા-ડે વોચઃ ITC, ફેડરલ બેન્ક, ઇન્ડિગો
અમદાવાદ, 25 જાન્યુઆરીઃ બુધવારે નિફ્ટી-50 સહિત તમામ સેક્ટોરલ્સમાં બાઉન્સબેકની સ્થિતિ જોવા મળી હતી. જેમાં નિફ્ટીએ 21400 પોઇન્ટની સપાટી ફરી હાંસલ કરી હતી. ટેકનિકલી નિફ્ટીએ 50 દિવસીય એવરેજ 21100નું લેવલ જાળવી રાખ્યું છે. સાથે સાથે દિવસની એવરેજ નજીક બંધ આપ્યું છે. 21700 પોઇન્ટનું સાયકોલોજિકલ તેમજ ટેકનિકલ ડબલ ટોપ કે જ્યાંથી નિફ્ટી વારંવાર પછડાઇ રહ્યો છે. તે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે વર્તી રહ્યો છે. તેના બ્રેકઆઉટ પછી જ માર્કેટ મક્કમ ચાલ નોંધાવી શકે તેવી શક્યતા ટેકનિકલી જણાય છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે 21233 રોક બોટમ ગણવી અને સુધારાની આગેકૂચ માટે 21578 ક્રોસ થવી જરૂરી રહેશે.
ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇરેડા, આઇટીસી, જિયો ફાઇનાન્સ, આઇએફસીઆઇ, લૌરસ લેબ, એચડીએફસી બેન્ક, એચએફસીએલ
સેક્ટર્સ ટૂ વોચઃ એનર્જી, ટેકનોલોજી, ઓટો એન્સિલરી, મેટલ્સ
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 44553- 44023, રેઝિસ્ટન્સ 45549- 46015
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)