અમદાવાદ, 31 જુલાઇઃ નિફ્ટીએ 25000 પોઇન્ટની જાદૂઈ સપાટીની નજીક પહોંચીને સળંગ ત્રણ દિવસ પ્રયાસ કરી જોયો ક્રોસ કરવાનો પરંતુ ફર્સ્ટ હાફમાં જોવા મળતો સુધારો સેકન્ડ હાફમાં ધોવાઇ રહ્યો છે. એફઆઇઆઇનું પ્રોફીટ બુકીંગ, ડીઆઇઆઇની નવી ખરીદી, વોલ્યૂમ્સ અને વોલેટિલિટીમાં સંકડાશ વગેરે સંકેત આપે છે કે, માર્કેટ હાલના લેવલથી આગળ વધતાં પહેલાં તેની સ્ટ્રેન્થ ચકાસી રહ્યું છે. શક્ય છે કે, એકાદ તંદુરસ્ત કરેક્શન પણ આવી શકે. મંગળવારે નિફ્ટી સોમવારના ક્લોઝિંગની નજીકની કેન્ડલ નજીક જ બંધ રહ્યો હતો. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, નિફ્ટી માટેના લેવલ્સ 24800- 25000 વચ્ચે રહી શકે છે. અવરલી ચાર્ટ પણ સૂચવે છે કે, 24560 પોઇન્ટની સપાટી નિફ્ટી માટે અતિ મહત્વની સપોર્ટ લેવલ બની શકે છે. 25000 ક્રોસ થયા બાદ 25100- 25300 સુધી સુધારાને અવકાશ હોવાનું ટેકનિકલ નિષ્ણાતો જણાવે છે.

બેન્ક નિફ્ટી માટે સપોર્ટ 51187- 50875, રેઝિસ્ટન્સ 51885- 52270

મોમેન્ટમ ગેઇન કરવા સાથે વોલેટાઇલ ટ્રેડ વચ્ચે બેન્ક નિફ્ટી 52000ની તેની જૂની રેઝિસ્ટન્સ સપાટી નજીક રહ્યો છે. જ્યાંથી સેકન્ડ હાફમાં શાર્પ રિવર્સલ ટ્રેન્ડ જોવા મળ્યો છે. જોકે, છેલ્લે ફ્લેટ બંધ રહ્યો હોવાથી માર્કેટમાં થોડી સાવચેતી વર્તાય છે. આગલાં દિવસની કેન્ડલની ઇન્સાઇડ રેન્જ અને મન્થલી એક્સપાયરી શાર્પ વોલેટિલિટી વચ્ચે 51200- 51800ની રેન્જની શક્યતા દર્શાવે છે.

સ્ટોક્સ ટૂ વોચઃ PARAS, SHIMARPAINTS, MACROTECH, MOIL, V2RETAIL, GRSHIP, STAINLEY, TANLA, JINDALSAW, LLYODENG

સેક્ટર્સ ટૂ વોચઃ એનર્જી, ઓઇલ, આઇટી, ટેકનોલોજી, હેલ્થકેર, રેલવે, ડિફેન્સ, ફાઇનાન્સ, પીએસયુ, રિટેઇલ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ /ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)