મંગળવારે નવા સપ્તાહની શરૂઆત પોઝિટિવ નોટ સાથે થઇ હતી. સળંગ છ ટ્રેડિંગ સેશન્સ દરમિયાન માર્કેટમાં સુધારાની આગેકૂચ જળવાઇ રહેવા સાથે નિફ્ટીએ 17839 પોઇન્ટની 6 માસની નવી ટોચ નોંધાવી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટમાં બુલિશ ટ્રેન્ડ જળવાઇ રહે તેવી શક્યતા છે. અગાઉ જણઆવ્યા અસાર નિફ્ટી 18000 પોઇન્ટની સાયકોલોજિકલ કમ ટેકનિકલ રેઝિસ્ટન્સ ક્રોસ કર્યા પછી નવી ઊંચાઇ સર કરવા સજ્જ બનશે. નીચામાં 17600- 17550 મહત્વની ટેકાની સપાટીઓ જણાય છે.

ઇન્ટ્રા-ડે ટ્રેડ રેન્જઃ સપોર્ટ 17780- 17734, રેઝિસ્ટન્સ 17855- 17885

BANK NIFTY OUTLOOK: SUPPORT 39092- 38943, RESISTANCE 39415- 39593.

અગાઉનો ડેઇલી રાઇઝિંગ ટ્રેન્ડ જાળવી રાખવા સાથે બેન્ક નિફ્ટીએ 9 માસની 39445 પોઇન્ટની હાઇ સપાટી નોંધાવી છે. ટેકનિકલી જોઇએ તો ડેઇલી ચાર્ટ ઉપર દોજી પેટર્ન રચાઇ છે. તે ઉપરાંત મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, વોલેટિલિટી વધવા સાથે નીચામાં 38750નો સપોર્ટ અને ઉપરમાં 40000ના લેવલને ધ્યાનમાં રાખીને ટ્રેડીંગ, ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ગોઠવવી.

ઇન્ટ્રા-ડે ટ્રેડ રેન્જઃ સપોર્ટ 39092- 38943, રેઝિસ્ટન્સ 39416- 39593.

NIFTY17825BANK NIFTY39240IN FOCUS 
S-117780S-139092IN FOCUSABB INDIA
S-217734S-238943INTRA. PICKASHOKLEY
R-117855R-139416INTRA. PICKTATACONSUM
R-217885R-239539INTRA.PICKZEEL