નિફ્ટીએ શૂક્રવારે તેના 17598 પોઇન્ટના લેવલને વોલેટિલિટીના અંતે રિકવર કરી લીધું છે. જે દર્શાવે છે કે, ઇન્ડેક્સે ઇન્ટ્રા-ડેમાં 17725 પોઇન્ટનું લેવલ જાળવી રાખ્યું છે. છેલ્લે 17698 પોઇન્ટના લેવલે બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી છે.

ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 4 માસની ટોચની સપાટી હાંસલ કરી લીધી છે. મોટાભાગના ઇન્ડિકેટર્સ બુલિશ વ્યૂ જણાય છે. જેમાં નિફ્ટી હવે પછી 17800 પોઇન્ટ અને ત્યારબાદ 18000 પોઇન્ટની સપાટી ક્રોસ કરવા માટે સજ્જ હોય તેવાં ટેકનિકલ સંકેતો મળી રહ્યા છે. નીચામાં 17400 મહત્વની સપાટી ધ્યાને રાખીને ઇન્વેસ્ટર્સ ટ્રેડર્સે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

BANK NIFTY OUTLOOK: SUPOORT AROUND 38825- 38608, RESISTANCE AROUND 39174- 39306

વિતેલા સપ્તાહ દરમિયાન બેન્ક નિફ્ટીએ પોઝિટિવ ટ્રેન્ડ સાથે ચારેય ટ્રેડિંગ સેશન્સ દરમિયાન દેખાવ કર્યો છે અને છ માસની 39089 પોઇન્ટની ટોચની સપાટી ક્રોસ કરી લીધી છે. તેણે નિફ્ટી કરતાં પણ વધુ સારું પ્રદર્શન કર્યું છે. મહત્વના ટેકનિકલ નિર્દેશાંક સૂચવે છે કે બેન્ક નિફ્ટી તેના 39400ના નેક્સ્ટ ટાર્ગેટ લેવલ તરફ આગળ વધી શકે છે. 38300 પોઇન્ટની સપાટી આસપાસ મજબૂત ટેકાની સપાટી જણાય છે. બેન્ક નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 38825- 38608 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ 39174- 39036 પોઇન્ટ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાત તરફથી મળી રહી છે.

MARKET LENS BY: RELIANCE SECURITIES
NIFTY17698BANK NIFTY39042IN FOCUS 
S-117622S-138825IN FOCUSFINOLEX
S-217547S-238608IN FOCUSASHOKLEY
R-117749R-139174INTRA- PICKINDIGO
R-217800R-239306INTRA PICKWIPRO