MARKET LENS: NIFTY SUPPORT 19621- 19562, RESISTANCE 19735- 19789, BUY COAL INDIA, KOTAK BANK
અમદાવાદ, 26 જુલાઇઃ 100 પોઇન્ટની સાંકડી વધઘટ અને સ્ટોક સ્પેસિફિક ચાલ વચ્ચે ભારતીય શેરબજારો ફરી ઘૂંટાઇ રહ્યા છે. 19900 ટચ થયા પછી 20000 ક્રોસ કે ફરી 19000 બ્રેકની સ્થિતિ સર્જાઇ છે. તેવા સંજોગોમાં ટ્રેડર્સ અને રોકાણકારોએ ટેકનિકલી નિફ્ટીની 19600 પોઇન્ટની અતિ મહત્વની ટેકાની સપાટી ધ્યાનમાં રાખવી રહી. જો આ લેવલે નિફ્ટી ટકી જાય તો સુધારા માટે થોડો સમય રાહ જોવી. ઉપરમાં 19800- 19900 પોઇન્ટની સપાટીઓ ઝડપથી ક્રોસ થાય તો રાહ જોવી નહી, અર્થાત્ નવી ખરીદી અને હોલ્ડની સ્થિતિ સ્ટોપલોસ સાથે જાળવી રાખવી. સૌથી મહત્વની વાત એ ધ્યાનમાં રાખવી રહી કે 20 દિવસની એવરેજ 19475 છે. તે તૂટે તો શોર્ટટર્મ મંદીને અવકાશ રહેશે તે પણ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)