માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19821- 19752, રેઝિસ્ટન્સ 19938- 19986, ઇન્ટ્રા-ડે વોચઃ રામકો સિમેન્ટ, એક્સિસ બેન્ક, દિપક નાઇટ્રાઇટ
અમદાવાદ, 29 નવેમ્બરઃ નિફ્ટી-50એ મંગળવારે અતિ મહત્વની 19850 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરવામાં સફળતા મેળવી છે. જે તેની બે માસની એવરેજ હાઇ દર્શાવે છે. ટેકનિકલી જોઇએ તો 19580 પોઇન્ટના મહત્વના સપોર્ટને તોડ્યા વગર નિફ્ટી પાછો ફર્યો છે. સાથે સાથે તેની આરએસઆઇ સતત વધી રહી છે અને એવરેજ લાઇનથી ઉપર ટ્રેડ થાય છે. તે દર્શાવેછે કે, માર્કેટમાં વોલ્યૂમ્સ, વોલેટિલિટી અને સુધારાની આગેકૂચ જોવા મળી શકે છે. નિફ્ટી માટે સપોર્ટ 19821- 19752 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 19938- 19986ની સપાટો ધ્યાનમાં રાખી ટ્રેડિંગ કરવાની સલાહ રિલાન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ દર્શાવે છે.
ઇન્ટ્રા-ડે વોચઃ રામકો સિમેન્ટ, એક્સિસ બેન્ક, દિપક નાઇટ્રેટ ઉપર ખરીદી માટે વોચ રાખો
બેન્ક નિફ્ટીએ 8 દિવસની ટોચની સપાટી ઉપર બંધ આપવા સાથે 200 દિવસીય એવરેજ ક્રોસ કરીને 44000 પોઇન્ટની અતિ મહત્વની સપાટી પણ ક્રોસ કરવા સજ્જ બન્યો છે. વર્તમાન મોમેન્ટમ દર્શાવે છે કે, બેન્ક નિફ્ટી સુધારાની આગેકૂચમાં 44300- 44500 પોઇન્ટ સુધી સુધરી શકે છે. બેન્ક નિફ્ટી માટે ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે 43760- 43640 પોઇન્ટની સપાટી સપોર્ટ અને 43981- 44081 પોઇન્ટની સપાટી રેઝિસ્ટન્સ સપાટી ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)