માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 20939- 20880, રેઝિસ્ટન્સ 21041- 21085, ઇન્ટ્રા-ડે વોચઃ ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફાઇનાન્સ ખરીદો
ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, TARC, LTIM, HDFC BANK, SJVN, SIRCA PAINTS, SBFC, PAYTM
અમદાવાદ, 12 ડિસેમ્બરઃ નિફ્ટી-50એ 21026ની ઓલટાઇમ હાઇ સપાટી બનાવ્યા બાદ પ્રોફીટ બુકિંગ પ્રેશરના કારણે માર્કેટમાં ટ્રેન્ડ ફ્લેટ ટૂ પોઝિટિવ રહ્યો છે. ડેઇલી ચાર્ટ ઉપર ઓલટાઇમ હાઇ નજીક દોજી કેન્ડલ દેખાય છે. નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ 20700 જ્યાં ડબલ બોટમની રચના થયેલી છે. ત્યાંથી શાર્પ બ્રેકઆઉટની શક્યતા જણાય છે. ઉપરમાં 21041 અને 21085 પોઇન્ટનું રેઝિસ્ટન્સ ક્રોસ થયા બાદ નિફ્ટી 21300- 21500 તરફની આગેકૂચ જારી રાખી શકે તેવી શક્યતા રિલાયન્સ સિક્યુરિટીઝ તરફઉથી વ્યક્ત કરાઇ છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન નિફ્ટી માટે સપોર્ટ 20939- 20880 અને રેઝિસ્ટન્સ 21041- 21085 પોઇન્ટની સપાટીઓ, સ્ટોપલોસ હાથવગો રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.
BANK NIFTY એ ઓલટાઇમ હાઇ નજીક દોજી કેન્ડલની રચના દર્શાવી છે. બેન્ક નિફ્ટીએ 47000 પોઇન્ટનો સપોર્ટ જાળવી રાખવો જરૂરી રહેશે. ઉપરમાં 47800-48000 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ રહી શકે છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન બેન્ક નિફ્ટી માટે સપોર્ટ 47318- 46972, રેઝિસ્ટન્સ 47539- 47764 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવી.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)