Market lens: નિફ્ટી સપોર્ટ 21764-21633, રેઝિસ્ટન્સ 21977-22059, ઇન્ટ્રાડે વોચઃ IDFC, ટાટા કોમ, PFC
અમદાવાદ, 15 જાન્યુઆરીઃ સૂર્યનારાયણની ઉત્તર તરફની પ્રયાણની શરૂઆતની સાથે સાથે ભારતીય શેરબજારોમાં પણ સુધારાની શરૂઆત ધીરે ધીરે તેજીની ચાલમાં કન્વર્ટ થઇ ચૂકી છે. નિફ્ટી માટે હવે મોટાભાગના નિષ્ણાતો અને એનાલિસ્ટ્સ 22000નો ટાર્ગેટ મૂકી રહ્યા છે. આરોહ- અવરોહ વચ્ચે નિફ્ટી માટે હવેના રેઝિસ્ટન્સ લેવલ્સમાં ખૂદ 22000 અને ત્યારબાદ 22180 પોઇન્ટની સપાટીઓ ગણાવાય છે. શુક્રવારે 21700 પોઇન્ટની રેઝિસ્ટન્સ પણ ક્રોસ થઇ ચૂકી છે. ઉપરમાં તે સપાટી હવે સપોર્ટ લેવલ તરીકે વર્તશે અને કરન્ટ બ્રેકઆઉટમાં 22300 પોઇન્ટ સુધી પણ સુધરી શકે તેવું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ જણાવે છે.
આરએસઆઇ તેની એવરેજલાઇન ક્રોસ કરવા સાથે મહત્વના ઇન્ડિકેટર્સ પણ પોઝિટિવ મોમેન્ટમ ધરાવે છે. તેને ધ્યાનમાં રાખી સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ મળી રહી છે.
ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ માટે નેક્સ્ટ ટાર્ગેટ 2830, પરંતુ સ્ટોપલોસ સાથે
રિલાયન્સ રિયલ અર્થમાં હવે માર્કેટ લીડર બની રહ્યો છે. ઉપરમાં હવે 2830ની સપાટી રેઝિસ્ટન્સ લેવલ ગણાવાય છે. નીચામાં 2715નો સ્ટોપલોસ ધ્યાનમાં રાખવો. માર્કેટ ખૂલ્યાની 15 મિનિટમાં જ હેવી વોલેટિલિટી સાથે શેર ઉપર- નીચે જઇ શકે છે. માટે સાવધાની વર્તવી. જુનું લેણ જાળવી રાખો. નવા માટે સ્ટોપલોસ ધ્યાનમાં રાખો. અન્ય શેર્સ પૈકી ઇરેડા, જિયો ફાઇનાન્સ, અદાણી ગ્રૂપના શેર્સ, અશોકા બિલ્ડકોન, ઇપકાલેબ, આઇટીસી, રેઇલટેલ, સિરકા પેઇન્ટ, વીપ્રો, યસ બેન્ક, ભેલ, ડીમાર્ટ ધ્યાનમાં રાખવાની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.
બેન્ક નિફ્ટીઃ ફરી એકવાર સેલિંગ પ્રેશર વલચ્ચે 47800ની સપાટી જાળવવામાં નિષ્ફળ ગયો છે. સોમવાર માટે 474540 47199 પોઇન્ટ સપોર્ટ લેવલ્સ અને 47920- 48129 રેઝિસ્ટન્સ લેવલ્સ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)