માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 22117- 22035, રેસિસ્ટન્સ 22249- 22300, ઇન્ટ્રા-ડે વોચઃ COALINDIA, ઇન્ડસઇન્ડ બેન્ક, HUL
અમદાવાદ, 28 ફેબ્રુઆરીઃ નિફ્ટીએ ફરી એકવાર તેની ઓલટાઇમ હાઇ સપાટી નજીક લોઅર ટોપ બનાવ્યું છે. સાથે સાથે આગલાં દિવસનો લોસ પણ રિકવર કરી લીધો છે. આગામી થોડા દિવસો દરમિયાન 150 પોઇન્ટની વોલેટિલિટી સાથે માર્કેટ પ્લસ માઇનસ થવાની ધારણા હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ડેઇલી ટેકનિકલ રિપોર્ટ દર્શાવે છે. ડેઇલી ચાર્ટ ઉપર આરએસઆઇ પણ રિવર્સીંગ ડાઉનટ્રેન્ડનો સંકેત આપે છે. તે જોતાં હાલના મથાળે થોડું પ્રોફીટ બુકિંગ આવી શકે છે. નિફ્ટી માટે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન સપોર્ટ 22117- 22035પોઇન્ટની સપાટી અને રેસિસ્ટન્સ 22249- 22300 પોઇન્ટની સપાટી ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.
ઇન્ટ્રા-ડે વોચઃ ઇરેડામાં સટ્ટો પિંખાઇ રહ્યો હોવાના સંકેત મળી રહ્યા છે. બાકી રિલાયન્સ, જિયો ફાઇનાન્સ, આરવીએનએલ, આઇટીસી, ઇન્ડસઇન્ડ બેન્ક, ઓએનજીસી, એચયુએલ, કોલઇન્ડિયા
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 46368- 46148, રેઝિસ્ટન્સ 46765- 46942
સેક્ટર્સ ટૂ વોચઃ કન્સ્ટ્રક્શન, પીએસયુ બેન્ક્સ, સિલેક્ટિવ ટેકનોલોજી, ઓઇલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)