માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે રેઝિસ્ટન્સ: 23614-23657-23726, સપોર્ટ: 23475-23432-23363
અમદાવાદ, 21 જૂનઃ ગુરુવારે રેન્જબાઉન્ડ રહેવા સાથે માર્કેટે ફ્લેટ ટૂ નેગેટિવ બંધ આપીને પ્રોફીટ બુકિંગ પ્રેશરનો સંકેત આપ્યો છે. જોકે ટેકનિકલી તમામ મહત્વની મૂવિંગ એવરેજિસ અને ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવ સૂર પૂરાવી રહ્યા છે. નિફ્ટી 51 પોઈન્ટ વધીને 23,567 પર પહોંચ્યો હતો. તે 23,600-23,650 વિસ્તારમાં પ્રતિકાર સાથે રેન્જ-બાઉન્ડ રહેવાની ધારણા છે. જો તે આ રેન્જની ઉપર નિર્ણાયક રીતે બંધ થાય છે, તો 23,400 પરના સપોર્ટ સાથે મજબૂત અપટ્રેન્ડની શક્યતા હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું. GIFT નિફ્ટીએ 23,582.00 પર ફ્લેટ-ટુ-નેગેટિવ ટ્રેડિંગ કર્યું છે અને વૈશ્વિક શેરબજારો પણ નવા બનાવોની રાહમાં સુસ્ત જણાય છે. તે સંજોગોમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે સ્ટોક સ્પેસિફિક સ્ટોપલોસ ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ મળી રહી છે.
રિલાયન્સ સિક્યુરિટિઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર ટેકનિકલી નિફ્ટીએ લોઅર ટોપ સાથે આગલાં દિવસની કેન્ડલની ઇન્સાઇડ રેન્જમાં બંધ આપ્યું છે. આરએસઆઇ અને અન્ય મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, માર્કેટ ઓવરબોટ કન્ડિશનમાં છે. તેથી રોકાણકારોએ સાવચેતી પૂર્વક લેણ કરવાની પણ સલાહ મળી રહી છે.
નિફ્ટી માટે મહત્વના લેવલ્સઃ રેઝિસ્ટન્સ: 23614- 23657- 23726, જ્યારે સપોર્ટ: 23475- 23432-23363
બેંક નિફ્ટી માટે મહત્વના લેવલ્સઃ રેઝિસ્ટન્સઃ 51,850, 51,982 અને 52,196 જ્યારે સપોર્ટ: 51,421, 51,289 અને 51,075
BROKERS CHOICE: Endurance Tech, ZOMATO, SUZLON, FIRSTSOURCE, TCS, Wipro, LTIMindtree, L&TTech, Mphasis, Accenture.
સેક્ટર્સ ટૂ વોચઃ એનર્જી, કેબલ્સ, ઓટો, ફર્ટિલાઇઝર્સ, સિલેક્ટિવ ટેક્સટાઇલ્સ, મેટલ્સ, ટેકનોલોજી, આઇટી
F&O પ્રતિબંધ હેઠળ સ્ટોક્સઃ ઉમેરાયેલ સ્ટોક્સ: બિરલાસોફ્ટ, GNFC. જળવાયેલા સ્ટોક્સઃ બલરામપુર ચીની મિલ્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, હિન્દુસ્તાન કોપર, ઇન્ડસ ટાવર્સ, પીરામલ એન્ટરપ્રાઇઝિસ અને હટાવાયેલા સ્ટોક્સઃ ચંબલ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ, ઇન્ડિયા સિમેન્ટ્સ, સેઇલ
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)