અમદાવાદ, 8 એપ્રિલઃ સેન્સેક્સ અને નિફ્ટી સુધારાની આગેકૂચ સાથે ખુલે તેવી શક્યતા છે. GIFT નિફ્ટી 31 પોઈન્ટના વધારા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે હકારાત્મક શરૂઆત સૂચવે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટીએ પોલિસી દરો યથાવત રાખવાનો નિર્ણય લીધા બાદ 5 એપ્રિલે બંધ સમયે, સેન્સેક્સ 20.59 પોઈન્ટ અથવા 0.03 ટકા વધીને 74,248.22 પર અને નિફ્ટી 1 પોઈન્ટ ઘટીને 22,513.70 પર હતો.ટેકનિકલ નિષ્ણાતોના મત અનુસાર નિફ્ટી 50 22,524ના સ્તરે અને 22,561 અને 22,603ના સ્તરે પ્રતિકારનો સામનો કરી શકે છે. નીચલી બાજુએ, ઇન્ડેક્સ 22,451ના સ્તરે અને 22,425 અને 22,383ના સ્તરે તાત્કાલિક સપોર્ટ લઈ શકે છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ડેઇલી ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ 22448- 22363 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 22550- 22603 પોઇન્ટ જણાય છે.

5 એપ્રિલના રોજ, બેંક નિફ્ટીએ આરબીઆઈની પોલિસી મીટિંગના પરિણામ પર હકારાત્મક પ્રતિક્રિયા આપી અને સરેરાશથી ઉપરના વોલ્યુમ સાથે સતત ત્રીજા સત્રમાં અપટ્રેન્ડ ચાલુ રાખીને 432 પોઈન્ટ વધીને 48,493 પર પહોંચી. ઇન્ડેક્સ 28 ડિસેમ્બર, 2023ના 48,636ના તેના રેકોર્ડ હાઈથી માત્ર 143 પોઈન્ટ દૂર છે. સપ્તાહ દરમિયાન, ઇન્ડેક્સે સાપ્તાહિક ચાર્ટ પર લોંગ બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી છે અને 2.9 ટકા વધ્યો છે. ટ્રેન્ડ માટે, 47,800 અને 47,500 મુખ્ય સપોર્ટ ઝોન હશે જ્યારે 49,000-49,300 ટ્રેડર્સ માટે મહત્વપૂર્ણ પ્રતિકારક ક્ષેત્રો બની શકે છે. બેંક નિફ્ટી ઈન્ડેક્સ 48,554 પર પ્રતિકાર જોઈ શકે છે, ત્યારબાદ 48,725 અને 48,978 પર આવી શકે છે. નીચલી બાજુએ, તેને 48,062 અને ત્યારબાદ 47,905 અને 47,652 પર સપોર્ટ મળવાની ધારણા છે.

ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 307.06 પોઈન્ટ અથવા 0.80 ટકા વધીને 38,904.04 પર, S&P 500 57.13 પોઈન્ટ અથવા 1.11 ટકા વધીને 5,204.34 આસપાસ રહ્યા હતા. પ્રારંભિક વેપારમાં એશિયા-બજારો મિશ્ર વેપાર કરી રહ્યા હતા, રોકાણકારો પણ યુએસ અને ચીનના ફુગાવાના આંકડાની રાહ જોઈ રહ્યા હતા.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)