દાવાઓની છેતરપિંડી સામે ICICI લોમ્બાર્ડની Aelius દ્વારા ક્લિઅરસ્પીડ સાથે ભાગીદારી
મુંબઈ, તા. 14 જૂન: સામાન્ય વીમા કંપની ICICI લોમ્બાર્ડે વૉઇસ-આધારિત જોખમ મૂલ્યાંકન ટેકનોલોજીમાં ક્લિઅરસ્પીડ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. ચેનલ પાર્ટનર Aelius દ્વારા આપવામાં આવેલ આ સોલ્યુશનનો હેતુ ભારતમાં વીમાના દાવાઓમાં થતી છેતરપિંડીના જોખમને ઉકેલવાનો છે.
ક્લિઅરસ્પીડ અને ICICI લોમ્બાર્ડ દ્વારા મોટર ચોરીના દાવાઓ પર જોખમ વ્યવસ્થાપનના ઉકેલને સફળતાપૂર્વક પાયલોટ કરવામાં આવ્યું હતું. ભારતીય બજારમાં મોટર ચોરી એક મોટો મુદ્દો છે અને કેટલાક છેતરપિંડી કરનારાઓ આ તકનો ઉપયોગ છેતરામણા દાવાઓ દાખલ કરવા માટે કરે છે.
ICICI લોમ્બાર્ડના આઈસીએલએમ, મોટર થર્ડ પાર્ટી ક્લેમ્સ અને લિટિગેશનના વડા નઝીમ ખાને જણાવ્યું હતું કે, ક્લિઅરસ્પીડ સાથેની આ ભાગીદારી ICICI લોમ્બાર્ડના છેતરપિંડી નિવારણ મોડેલ સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે જેને અમે ઘણા વર્ષોથી વિકસાવી રહ્યા છીએ અને તેજ બનાવી રહ્યા છીએ. ભારતીય વીમા બજારમાં અમારા વ્યાપક અનુભવ સાથે ક્લિઅરસ્પીડના જોખમ મૂલ્યાંકન માટેના નવા અભિગમને એકીકૃત કરીને, અમે છેતરપિંડીયુક્ત દાવાઓના જોખમને ઉકેલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યા છીએ.
ક્લિઅરસ્પીડના સીઈઓ એલેક્સ માર્ટિને જણાવ્યું હતું અમે યુ.કે. અને યુ.એસ.માં કેટલીક સૌથી મોટી વૈશ્વિક વીમા કંપનીઓને ટેકો આપ્યો છે, જેનાથી સરેરાશ દાવાઓના સંચાલન સમયમાં 50% નો ઘટાડો થયો છે અને દાવેદારોને તેમના દાવાની તાત્કાલિક પતાવટમાં 40% નો વધારો થયો છે.