માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24215- 24083, રેઝિસ્ટન્સ 24476- 24605
અમદાવાદ, 13 ઓગસ્ટઃ સોમવારે ખુલતાં સપ્તાહમાં નિફ્ટીએ નબળી શરૂઆત કર્યા બાદ પાછળથી રિકવરી મેળવી હતી. પરંતુ તેમ છતાં હિન્ડનબર્ગના આક્ષેપોના ઓછાયા હેઠળ ભારતીય શેરબજારો ફ્લેટ થઇ ગયા હતા. ટેકનિકલી નિફ્ટીએ 24200ના મહત્વના સપોર્ટ સાથે ઇન્સાઇડ રેન્જમાં દોજી કેન્ડલમાં બંધ આપ્યું છે. સાથે સાથે 24500નો આશાવાદ પણ જિંવત રાખ્યો છે. નિફ્ટીની નવી રેન્જ હવે 2400- 24500ની સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર આગામી થોડા દિવસ માટે નિફ્ટીની રેન્જ 100-200 પોઇન્ટમાં રૂંધાયેલી રહી શકે. ત્યારબાદ બ્રેકઆઉટમાં 300 પ્લસ માઇનસ જોવા મળી શકે. આરએસઆઇ પણ અપમૂવનું સિગ્નલ આપે છે.
નિફ્ટીઃ સપોર્ટ 24215- 24083, રેઝિસ્ટન્સ 24476- 24605
બેન્ક નિફ્ટીઃ સપોર્ટઃ 50208- 49838, રેઝિસ્ટન્સ 50889- 50201
સ્ટોક્સ ટૂ વોચઃ INDIGO, RVNL, SUZLON, ICICIBANK, IRFC, PROTEAN, VOLTAS, ADANIENT, HFCL, IREDA
સેક્ટર્સ ટૂ વોચઃ હેલ્થકેર, ફર્ટિલાઇઝર્સ, ડિફેન્સ, આઇટી, ટેકનોલોજી, રેલવે, પીએસયુ, અદાણી જૂથ
INDIA VIX: એક દિવસના તીવ્ર ઘટાડા પછી વોલેટિલિટી વધી, 16 માર્કની નજીક જઈને, બુલ્સ માટે સાવચેતીનો સંકેત આપે છે. ઇન્ડિયા VIX 15.34 સ્તરથી 3.47 ટકા વધીને 15.87 થયો છે.
Stocks Under F&O Banઃ Sun TV Network, Aditya Birla Capital, Aditya Birla Fashion and Retail, Bandhan Bank, Biocon, Birlasoft, Granules India, Hindustan Copper, India Cements, IndiaMART InterMESH, LIC Housing Finance, Manappuram Finance, Punjab National Bank, RBL Bank, SAIL, Stocks removed from F&O ban: GNFC
હિન્ડેનબર્ગના આક્ષેપોથી બજારને મોટી અસર જોવા મળી નથી, નિફ્ટી 12 ઓગસ્ટના રોજ 24,347 પર 21 પોઈન્ટના નાના નુકસાન સાથે બંધ થવા માટે દિવસના નીચા સ્તરેથી સ્માર્ટ રિકવરી દર્શાવે છે. નિફ્ટી 50 5-દિવસના EMA (24,318) થી ઉપર રહ્યો હતો. પરંતુ 21-દિવસ EMA (24,391) ઉપર બંધ કરવામાં નિષ્ફળ ગયો છે. નિષ્ણાતો સૂચવે છે કે જ્યાં સુધી ઇન્ડેક્સ નિર્ણાયક રીતે બંધ ન થાય અને 24,400 ઉપર ટકી રહે ત્યાં સુધી 24,300-24,200 ઝોનમાં તાત્કાલિક સમર્થન સાથે કોન્સોલિડેશન ચાલુ રહેવાની ધારણા છે. જો કે, જો તે 24,400 થી ઉપર વધે છે, તો જોવા માટેનું આગલું સ્તર 24,700 હશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ #ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)