માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 21976- 21934 અને 21865 પોઈન્ટ્સ
અમદાવાદ, 13 મેઃ
સેન્સેક્સ અને નિફ્ટી નકારાત્મક રીતે ખુલે તેવી ધારણા છે જે વ્યાપક ઇન્ડેક્સ માટે 35 પોઇન્ટના ઘટાડાનો સંકેત આપે છે. શુક્રવારે સેન્સેક્સ 260 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો જ્યારે નિફ્ટી 22,000 ની ઉપર સમાપ્ત થયો હતો. એફએમસીજી, ઓટો અને ફાર્મા 1.5% ની સાથે નિફ્ટી મેટલની આગેવાની 1.5% વધી છે. GIFT નિફ્ટી 0.18 ટકાના ઘટાડા અથવા 36 પોઈન્ટની નરમાઇ સાથે નવા સપ્તાહના નવા દિવસની શરૂઆત નેગેટિવ ટોન સાથે કરે તેવી દહેશત ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે. નિફ્ટી ફ્યુચર્સ 22,092ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે.
ટેકનિકલ એનાલિસિસ અનુસાર નિફ્ટી 50 પાછલા કેટલાક સત્રોમાં સતત વેચવાલી અને ડેઇલી ચાર્ટ પર ઇનસાઇડ બાર કેન્ડલસ્ટિક પેટર્નની રચનાને જોતાં આગામી સત્રમાં ગયા શુક્રવારની રિકવરી લંબાઇ શકે છે. પરંતુ સાપ્તાહિક સમયમર્યાદામાં લોઅર હાઇ બેરીશ કેન્ડલસ્ટિક પેટર્નને ધ્યાનમાં લેતા, એકંદર વલણ આગામી સપ્તાહમાં મંદીવાળાઓની ફેવરમાં રહેવાની ધારણા છે, સિવાય કે નિફ્ટી 22,300ની ઉપર નિર્ણાયક બંધ જુએ અને થોડા દિવસો સુધી તે જ લેવલ ઉપર
ટકી રહે. ટેકનિકલ એનાલિસિસ સૂચવે છે કે નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 21976- 21934 અને 21865 પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા જ્યારે રેઝિસ્ટન્સ લેવલ્સ 22072- 22157- 22227 પોઇન્ટ્સ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.
બેન્કિંગ ઇન્ડેક્સ 67 પોઈન્ટ ઘટીને 47,421 પર સ્થિર થયો છે. ઇન્ડેક્સે ડેઇલીચાર્ટ પર લોંગ હાયર શેડો સાથે સ્મોલ નેગેટિવ કેન્ડલસ્ટીકની રચના કરી છે, જે ઉછાળે વેચવાલીનો સંકેત આપે છે. પરંતુ તે બોલિંગર બેન્ડની મધ્યમાં છે તે જોતાં, આગામી દિવસોમાં પુલ બેક રેલીને નકારી શકાય નહીં.
સ્ટોક્સ ટૂ વોચઃ ઝોમેટો, જિયોફાઇનાન્સ, એચડીએફસી બેન્ક, રિલાયન્સ, ટાટા પાવર, પોલિકેબ, એનએચપીસી, ટાટા મોટર્સ, લાર્સન, હિન્દુસ્તાન ઝીંક, એચપીસીએલ, એબીબી, બીઇએમએલ, બાયોકોન, પાવરગ્રીડ
સેક્ટર્સ ટૂ વોચઃ હેલ્થકેર, કેપિટલ ગુડ્સ, ઓઇલ, એનર્જી, ગ્રીન એનર્જી, આઇટી, ટેકનોલોજી, સિલેક્ટિવ બેન્કિંગ સ્ટોક્સ
બેન્ક નિફ્ટી ઈન્ડેક્સઃ ટેકનિકલી સપોર્ટ લેવલ્સ 47322- 47191 અને 46979 રહેવાની શક્યતા છે. રેઝિસ્ટન્સ લેવલ્સ 47472- 47878 અને 48090 ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.
FII અને DII પ્રવાહ | NSE F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ |
FII એ રૂ. 2,117.50 કરોડના શેરનું વેચાણ કર્યું હતું જ્યારે DII એ 10 મેના રોજ રૂ. 2,709.81 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. | હિન્દુસ્તાન કોપર, બલરામપુર ચીની મિલ્સ, કેનેરા બેંક, જીએમઆર એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વોડાફોન આઇડિયા, પંજાબ નેશનલ બેંક, સેઇલ અને ઝી એન્ટરટેઇનમેન્ટ |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)