અમદાવાદ, 25 જૂનઃ છેલ્લા કેટલાંક સમયથી નિફ્ટીની રેન્જ 23350- 23700 વચ્ચેની બંધાઇ ગઇ છે. ચોમાસું જે રીતે ધીમી ગતિએ આગળ વધી રહ્યુ છે. તે જ પેટર્નથી સેન્સેક્સ – નિફ્ટી પણ વર્તી રહ્યા છે. માર્કેટ છેલ્લા 8 દિવસથી આઇધર સાઇડ બ્રેકઆઉટ માટે મથી રહ્યું છે. પરંતુ 350ની રેન્જબાઉન્ડ સ્થિતિમાંથી બહાર આવી નથી રહ્યું. તે જોતાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે સ્ટોક સ્પેસિફિક અને સ્ટોપલોસ સાથે કામ કરવાની સલાહ મળી રહી છે. આરએસઆઇ અને અન્ય ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, માર્કેટ ઓવરબોટ કન્ડિશનમાં પણ નીચી રેન્જમાં મોમેન્ટમ જાળવી રહ્યું છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ જણાવે છે કે, નિફ્ટી માટે સપોર્ટ 23406- 23274, રેઝિસ્ટન્સ 23614- 23690 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવી

નિષ્ણાતો એવી ધારણ સેવે છે કે, જો આગામી સત્રોમાં કોન્સોલિડેશન વચ્ચે 22,400-22,300ના સ્તરને જાળવી રાખે તો ઇન્ડેક્સ તેની 23,677ની વિક્રમી ઊંચી સપાટી તરફ આગળ વધી શકે છે.

નિફ્ટીઃ સપોર્ટ 23406- 23274, રેઝિસ્ટન્સ 23614- 23690

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 41301- 50897, રેઝિસ્ટન્સ 51946- 52187

સ્ટોક્સ ટૂ વોચઃ KRYSTAL, VPRPL, MUTHOOTCAP, AMARARAJA, STARHEALTH, RRKABEL, ARVIND, IREDA, BEL, MAZDOCK, RVNL, GRSE, KOTAKBANK

સેક્ટર્સ ટૂ વોચઃ ઓટો એન્સિલરી, કન્સ્ટ્રક્શન, ફાઇનાન્સ, ઓઇલ, એનર્જી, હેલ્થકેર, રેલવે, આઇટી- ટેકનોલોજી, ફર્ટિલાઇઝર્સ

F&O પ્રતિબંધ હેઠળ સ્ટોક્સઃ પંજાબ નેશનલ બેંક, SAIL, F&O પ્રતિબંધમાં જળવાયેલા સ્ટોક્સ: બલરામપુર ચીની મિલ્સ, ચંબલ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ, GNFC, ગ્રાન્યુલ્સ ઇન્ડિયા, ઇન્ડસ ટાવર્સ, પિરામલ એન્ટરપ્રાઇઝિસ, F&O પ્રતિબંધ હટાવ્યાઃ હિન્દુસ્તાન એરોનોટિક્સ, હિન્દુસ્તાન કોપર

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)