માર્કેટમાં સુધારાની આગેકૂચ પૂર્વે એક વિરામ જરૂરીઃ બજાર નિષ્ણાતો

અમદાવાદ, 17 જુલાઇઃ સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટથી નેગેટિવ ખુલે તેવી શક્યતા છે, સવારે 24,671.50ની નજીકના GIFT નિફ્ટી ટ્રેડિંગના સંકેતોને ટ્રેક કરે છે. 16 જુલાઇના રોજ આઇટી, રિયલ્ટી અને એફએમસીજી શેરોમાં જોવા મળેલી ખરીદી વચ્ચે બેન્ચમાર્ક તાજી રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચવા સાથે ભારતીય બજારોએ સતત ત્રીજા સત્રમાં જીતનો દોર લંબાવ્યો હતો. બંધ સમયે, સેન્સેક્સ 51.69 પોઈન્ટ અથવા 0.06 ટકા વધીને 80,716.55 પર અને નિફ્ટી 26.30 પોઈન્ટ અથવા 0.11 ટકા વધીને 24,613 પર હતો.

ટેકનિકલી જોઇએ તો ગિફ્ટ નિફ્ટી નેગેટિવ સંકેતો આપે છે. દેશાવરોના શેરબજારોમાં પણ ડાઉનટ્રેન્ડ દેખાઇ રહ્યો છે. મંગળવારે નિફ્ટીએ ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવવા સાથે 25000ના ટાર્ગેટ નજીક ટચ કરીને માર્કેટ મોમેન્ટમ પોઝિટિવ હોવાનો સંકેત આપ્યો છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ 24300 અને રેઝિસ્ટન્સ 24654 પોઇન્ટને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

આરએસઆઇ પણ એવરેજ લાઇનની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. અન્ય મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ પોઝિટિવ સિગ્નલ આપી રહ્યા છે. પરંતુ માર્કેટ નિષ્ણાતો પ્રોફીટ બુકિંગ પ્રેશરની ધારણા રાખી રહ્યા છે. તે સંજોગોમાં ટ્રેડર્સ, ઇન્વેસ્ટર્સે સ્ટોપલોસ અને સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે આગળ વધવાની સલાહ છે.

સ્ટોક્સ ટૂ વોચઃ bandhanbank, heromoto, jindalstee, ireda, irfc, rvnl, icicibank, irb, coalindia, protean, hblpower, dbcorp, bhartiair, hindoil, eidparry

સેક્ટર્સ ટૂ વોચઃ હેલ્થકેર, ઓટો, એનબીએફસી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓઇલ, એનર્જી, ફાર્મા, ફર્ટિલાઇઝર્સ, રેલવે, ડિફેન્સ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ #ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)