માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25367- 25315, રેઝિસ્ટન્સ 25456- 25494
અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ નિફ્ટીએ 25300 પોઇન્ટનું રેઝિસ્ટન્સ સંખ્યાબંધ રેઝિસ્ટન્સ અનુભવ્યા બાદ ક્રોસ કરવામાં સફળતા મેળવી છે. આગળ ઉપર હવે 25500 પોઇન્ટનું રેઝિસ્ટન્સ ક્રોસ કરે તો 25700 પોઇન્ટ સુધીની સફર આસાન બની રહે તેવું ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે. માર્કેટ ધીરે ધીરે નેરો રેન્જ, નીચી વોલેટિલિટી અને સાંકડા સોદાઓની ગલીઓમાંથી પસાર થઇ રહ્યું છે. તેથી સામાન્ય રોકાણકારોએ સલાહોને બદલે સ્ટોપલોસ અને સ્ટોક સ્પેસિફિક સ્ટડી હાથવગા રાખવા હિતાવહ રહેશે. માર્કેટની નવી ચાલનો મુખ્ય આધાર ફેડની વ્યાજદર બેઠક ઉપર રહેશે. ઉપરમાં નિફ્ટી 25500 ક્રોસ કરે તો સતત સુધારાની ચાલ જળવાઇ રહેવા સાથે 25700 પણ ક્રોસ થઇ શકે તેવો વ્યૂ રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ ધરાવે છે.
આરએસઆઇ અવરલી ચાર્ટ ઉપર ઓવરબોટ કન્ડિશન દર્શાવે છે. 25350 નીચેનું બ્રેકઆઉટ આવે તો નીચામાં 25150નું લેવલની સંભાવના નકારી શકાય નહિં તેવું ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે. મંગળવારે નિફ્ટીએ 35 પોઈન્ટના સાધારણ સુધારા સાથે 25,419ની નવી ઊંચાઈ નોંધાવી હતી. મોમેન્ટમ ઈન્ડિકેટર્સ, RSI અને MACDમાં પોઝિટિવ ટ્રેન્ડ મુખ્ય ડ્રાઈવર હતો. નિષ્ણાતો સૂચવે છે કે જો ઇન્ડેક્સ 25,500ની ઉપર નિર્ણાયક બંધ આપે છે અથવા ઉપર તરફ ઢોળાવની પ્રતિકારક ટ્રેન્ડલાઇનથી ઉપર ચઢે છે, તો 25,800 તરફની તેજીને નકારી શકાય નહીં. તાત્કાલિક સપોર્ટ 25,200 પર છે.
ઇન્ડિયા VIX: વોલેટિલિટી તમામ કી મૂવિંગ એવરેજથી નીચે જળવાઈ રહી અને 13 સ્તરની નીચે રહી, જોકે તે ત્રણ દિવસના ડાઉનટ્રેન્ડ પછી બાઉન્સ બેક થઈ, જેણે એકંદરે બુલ્સની તરફેણ કરી. ઇન્ડિયા VIX 12.46ના સ્તરથી વધીને 1.04 ટકા વધીને 12.59 થયો છે.
F&O પ્રતિબંધમાં સ્ટોક્સ: બાયોકોન, પંજાબ નેશનલ બેંક, આરતી ઇન્ડસ્ટ્રીઝ, બલરામપુર ચીની મિલ્સ, બંધન બેંક, બિરલાસોફ્ટ, GNFC, ગ્રાન્યુલ્સ ઇન્ડિયા, હિન્દુસ્તાન કોપર, LIC હાઉસિંગ ફાઇનાન્સ, RBL બેંક
F&O પ્રતિબંધમાંથી હટાવાયેલા સ્ટોક્સઃ ચંબલ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ
સ્ટોક્સ ટૂ વોચ: TCS, ICICIPRU, CANBANK, Infosys, TorrentPower, SKFIndia, VSTIndustries, REC, MankindPharma, ZodiacVentures, ReliancePower, GRInfraprojects, RelianceInfrastructure, SatinCreditcareNetwork, Mphasis, Vakrangee, OLA, ZOMATO, RIL, RVNL, VBL
નિફ્ટીઃ સપોર્ટ 25367- 25315, રેઝિસ્ટન્સ 25456- 25494
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 52088- 51987, રેઝિસ્ટન્સ 52287- 52385
સેક્ટર્સ ટૂ વોચઃ બેન્કિંગ, ફાઇનાન્સ, પાવર, ઓઇલ, ગ્રીન એનર્જી, ડિફેન્સ, રેલવે, ફર્ટિલાઇઝર્સ, એફએમસીજી
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)