અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ સોમવારે સેન્સેક્સે 241 પોઇન્ટના કરેક્શન સાથે 67596 પોઇન્ટ અને નિફ્ટીએ 59 પોઇન્ટના ઘટાડા સાથે 20133 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. નિફ્ટીએ 20161 પોઇન્ટના અને ત્યારબાદ 20195 પોઇન્ટ નોંધાવ્યા બાદ નેગેટિવ લોઅર લો ક્લોઝિંગ 11 સેશન્સની મેરેથોન તેજી બાદ આપ્યું હતું. નિફ્ટી માટે ટેકનિકલી હવે 19290 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ સપાટી હોવાનું સ્ટોક્સબોક્સ જણાવે છે. સ્ટોક્સબોક્સના મત અનુસાર નીચામાં 19900 પોઇન્ટનો મહત્વનો સપોર્ટ ધ્યાનમાં રાખી તેની નીચે બંધ આપે તો કરેક્શન ઘેરું બની શકે છે. બેન્ક નિફ્ટી માટે 46370 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી નીચામાં 45900 પોઇન્ટ મહત્વની ટેકાની સપાટી ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટોજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)