અમદાવાદ, 18 ઓગસ્ટઃ બીએસઇ સેન્સેક્સ ગુરુવારે 388 પોઇન્ટના ઘટાડા સાથે 65151 પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી 99 પોઇન્ટના ઘટાડા સાથે 19365 પોઇન્ટ બંધ રહ્યા હતા. સ્ટોક્સબોક્સના ટેકનિકલ એનાલિસિસ અનુસાર નિફ્ટીએ 19400 પોઇન્ટની નીચે ટ્રેડ કરવાનું શરૂ કર્યું છે. ડેઇલી ચાર્ટ ઉપર ઇન્સાઇડ કેન્ડલ રચી છે અને 50 ડીએમએ નજીક બે દિવસ અગાઉ સપોર્ટ તોડ્યા બાદ માર્કેટમાં 19500 સુધી સુધરવાનો આશાવાદ જણાય છે. પરંતુ જો 19300 પોઇન્ટની સપાટી પ્રથમ 15 મિનિટના ટ્રેડિંગ દરમિયાન તૂટે તો લેણ સરખા કરવાની સલાહ મળી રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)