માર્કેટ મોર્નિંગઃ સ્ટોક્સ ટૂ વોચઃ VIP IND, GULPOLY, BABAJ FINANCE, METROPOLIS, ICICI BANK
અમદાવાદ, 7 સપ્ટેમ્બરઃ બુધવારે સેન્સેક્સે 100 પોઇન્ટના સુધારા સાથે 65880 પોઇન્ટ અને નિફ્ટીએ 36 પોઇન્ટના સુધારા સાથે 19611 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. સળંગ ચોથા દિવસનો સુધારો સૂચવે છે કે, માર્કેટ ટ્રેન્ડ અને અંડરટોન સુધારાનો સંકેત આપે છે. નિફ્ટીએ હવે 19750 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરવાની રહેશે. બેન્ક નિફ્ટી જોકે, નિફ્ટીથી ઓપોઝિટ ડિરેક્શનમાં વર્તી રહી છે. તે સાવચેતીનો સંકેત આપે છે તેવું સ્ટોક્સબોક્સનું માનવું છે. જ્યાં સુધી બેન્ક નિફ્ટી સળંગ બે દિવસ પોઝિટિવ બંધ ના આપે ત્યાં સુધી સ્ટોપલોસ, સાવચેતી સાથે રાખીને ટ્રેડ કરવાની સલાહ પણ સ્ટોક્સબોક્સ આપે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)