માર્કેટ આઉટલૂકઃ નિફ્ટી સપોર્ટ 19256- 19190, રેઝિસ્ટન્સ 19367- 19411: બજાજ ફીનસર્વ, વેદાન્તા ખરીદો, બજાજ ઓટો વેચો
અમદાવાદ, 4 જુલાઇઃ સળંગ તેજીની ચાલમાં સેન્સેક્સ 65000ની સપાટી ક્રોસ કરી ચૂક્યો છે. જ્યારે નિફ્ટી 19345 પોઇન્ટની સપાટીનો ન્યૂ હાઇ બનાવી ચૂક્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ સૂચવે છે. માર્કેટમાં હવે નિફ્ટી 19550 પોઇન્ટના ન્યૂ હાઇ તરફ ધસી રહ્યો છે. નીચામાં 19200 મહત્વની ટેકાની સપાટી ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44909- 44666, રેઝિસ્ટન્સ 45380- 45602
બેન્ક નિફ્ટીએ પણ મજબૂત નોટ સાથે 45000 પોઇન્ટની સપાટી ક્રોસ કરી નાંખી છે. નીચામાં હવે 44850 પોઇન્ટની મહત્વની સપોર્ટ લાઇનને ધ્યાનમાં રાખીને તેજીનો વેપાર જાળવી રાખવાની ટેકનિકલ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.
ઇન્ટ્રા-ડે ટ્રેડઃ માટે રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી બજાજ ફીનસર્વ અને વેદાન્તા ખરીદવા અને બજાજ ઓટો વેચવાનો કોલ મળી રહ્યો છે
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)