MARKETLENS: નિફ્ટી માટે સપોર્ટ 24050- 23962, રેઝિસ્ટન્સ 24294- 24449
અમદાવાદ, 14 ઓગસ્ટઃ આખરે માર્કેટ ઓવરબોટ કન્ડિશનમાંથી કરેક્શન કન્ડિશનમાં પ્રવેશી રહ્યું છે. નિફ્ટીએ પણ તેની ટેકનિકલી દોજી કેન્ડલની ડાઉનસાઇડનો સાથ આપ્યો છે. વારંવાર જણાવ્યા અનુસાર નિફ્ટીએ 24400ની રોક બોટમ પણ તોડીને સાબિતી આપી છે કે, માર્કેટનો અંડરટોન કરેક્શનનો છે. પરંતુ જ્યાં સુધી 23800- 24000 તૂટે નહિં ત્યાં સુધી હેવી સેલિંગ પ્રેશરની શક્યતા ઓછી જણાય છે. ગીફ્ટ નિફ્ટી પણ પ્લસ ચાલતો હોવાના કારણે માર્કેટ ખેલાડીઓમાં આશાવાદ છે કે, સુધારો આગળ વધી શકે. ટેકનિકલ નિષ્ણાતો અને રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ જણાવે છે કે, 24000નું એવરેજ બ્રેકડાઉન છે તે પછી શાર્પ ડાઉન મૂવ જોવા મળી શકે. આરએસઆઇ પણ રિવર્સિંગ અને એવરેજ લાઇનને ક્રોસ કરવામાં ફેઇલ જઇ રહી છે. તે જોતાં માર્કેટમાં વોલેટિલિટી વચ્ચે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ જોવા મળી શકે. માટે ટ્રેડર્સ અને સ્પેક્યુરેટર્સે સ્ટોપલોસ સાથે આગળ વધવાની અને સામાન્ય રોકાણકારોને વેલ્યૂ બાઇંગ માટે વેઇટ કરવાની સલાહ મળી રહી છે.
નિફ્ટીઃ સપોર્ટ 24050- 23962, રેઝિસ્ટન્સ 24294- 24449
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 49558- 49285, રેઝિસ્ટન્સ 50322- 50833
સ્ટોક્સ ટૂ વોચઃ RELIANCE, OLAELEC, RVNL, HDFCBANK, PROTEAN, INOXWIND, IRFC, AARTIIND, HFCL
સેક્ટર્સ ટૂ વોચઃ હેલ્થકેર, સિલેક્ટિવ ટેકનોલોજી- આઇટી, એનર્જી, ગ્રીન એનર્જી, ફર્ટિલાઇઝર્સ, ડિફેન્સ, સિલેક્ટિવ રેલવે, રિયાલ્ટી
સેન્સેક્સ અને નિફ્ટી 50 14 ઓગસ્ટના રોજ ઊંચા ખુલે તેવી શક્યતા છે, આજે સવારે 24,234ની નજીકના GIFT નિફ્ટી ટ્રેડિંગના સંકેતોને ટ્રેક કરે છે. 13 ઓગસ્ટના રોજ સતત બીજા સત્રમાં નિફ્ટી 24,150ની નીચે નીચા રહ્યા હતા, CPI જુલાઈમાં 5-વર્ષની નીચી સપાટીની નજીક ઘટીને મિશ્ર મેક્રો ઇકોનોમિક ડેટા વચ્ચે, જ્યારે IIP જૂનમાં 4.2 ટકાની ધીમી ગતિએ વૃદ્ધિ પામ્યો હતો. બંધ સમયે, સેન્સેક્સ 692.89 પોઈન્ટ અથવા 0.87 ટકા ઘટીને 78,956.03 પર અને નિફ્ટી 208 પોઈન્ટ અથવા 0.85 ટકા ઘટીને 24,139 પર હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ #ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)