અમદાવાદ, 12 ઓગસ્ટઃ વૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલ સામે ભારતીય શેરબજારોમાં 400 પોઇન્ટ આ પાર કે ઉસપારની અવઢવભરી સ્થિતિમાં હોવાનું ટેકનિકલ નિષ્ણાતો જણાવે છે. નિફ્ટીએ ટેકનિકલી તેની દોજી કેન્ડલમાં 1.5 ટકાનો વિકલી ઘટાડો નોંધાવ્યો છે. સાથે સાથે 24400 નજીક છતાં નીચે બંધ આપ્યું છે. તે ઉપરાંત હિન્ડનબર્ગ- અદાણી- સેબી- માધબી પુરી-બુચ ઇશ્યૂ તેમજ ગિફ્ટ નિફ્ટીમાં ફ્લેટ પોઝિશન જોતાં નિફ્ટી એકવાર તો  24000- 23800 કરે જ તેવી સંભાવના રિલાયન્સ સિક્યુરીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ તેમજ ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

શુક્રવારની વાત કરીએ તો ગેપ-અપ ઓપનિંગ પછી બજાર એક ટકા ઊંચું બંધ થયું પરંતુ ટૂંકા ગાળાની મૂવિંગ એવરેજ (10 અને 21-દિવસની EMA) થી ઉપર ટકાવી રાખવામાં નિષ્ફળ ગયું, જે 9 ઓગસ્ટના રોજ 24,400 માર્ક સાથે એકરુપ છે. જે નિર્ણાયક સ્તર છે. જો ઇન્ડેક્સ 24,400 થી ઉપર બંધ કરવામાં અને ટકાવી રાખવામાં નિષ્ફળ જાય, તો નિષ્ણાતોના મતે, 24,100-24,000 ઝોનમાં સપોર્ટ સાથે કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે. નિફ્ટી 50 સપ્તાહના અંતે 1.4 ટકા ઘટીને 24,368 પર પહોંચ્યો હતો.

નિફ્ટીઃ સપોર્ટ 24313- 24258, રેઝિસ્ટન્સ 24421- 24475

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 50345- 50205, રેઝિસ્ટન્સ 50666- 50848

સ્ટોક્સ ટૂ વોચઃPROTEAN, TRENT, ZOMATO, ASTERDM, RELIANCE, MAZDOCK, ONGC, RVNL, HDFCBANK, NBCC

સેક્ટર્સ ટૂ વોચઃ હેલ્થકેર, શિપિંગ, રેલવે, ડિફેન્સ, ફર્ટિલાઇઝર્સ, પાવર, ઓઇલ, ગ્રીન એનર્જી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ #ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)