MCX: કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.377657 કરોડનું ઓલ ટાઈમ હાઈ દૈનિક ટર્નઓવર
મુંબઈ, 16 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે મોડી રાત્રે પૂરાં થતાં સત્રમાં રૂ.3,77,657 કરોડનું ઓલ ટાઈમ હાઈ દૈનિક ટર્નઓવર નોંધાયું હતું. આ સાથે જ ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.2,96,916 કરોડનું ઉચ્ચતમ નોશનલ ટર્નઓવર થયું હતું. એફપીઆઈના ટર્નઓવરનો હિસ્સો રૂ.8,684 કરોડ (બંને સાઈડનું ટર્નઓવર)ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. આ નવા રેકોર્ડ સ્થપાયા તે દર્શાવે છે કે ટ્રેડરોનો કોમોડિટી માર્કેટમાં રસ વધી રહ્યો છે અને સાથે-સાથે એફપીઆઈ પણ કોમોડિટી માર્કેટમાં સક્રિય સહભાગિતા દર્શાવી રહ્યું છે.
એફપીઆઈનું ટર્નઓવર રેકોર્ડ સ્તરે પહોંચ્યુ
ગુરૂવારે આ લખાઈ રહ્યું છે ત્યારે કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.73,128ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.73,268 અને નીચામાં રૂ.72,981ના મથાળે અથડાઈ, રૂ.45 ઘટી રૂ.73,057ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.16 વધી રૂ.58,978 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.7,174ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.2 ઘટી રૂ.72,999ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.86,963ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.87,476ના ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યો અને નીચામાં રૂ.86,905ના મથાળે અથડાઈ, રૂ.570 વધી રૂ.87,435ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.598 વધી રૂ.87,312 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.573 વધી રૂ.87,300 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ મે વાયદો રૂ.896.55ના ભાવે ખૂલી, રૂ.6.05 વધી રૂ.898 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.1.70 વધી રૂ.239.35 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.195ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.262ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.1.90 વધી રૂ.240.25 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.194.50 જસત-મિની મે વાયદો રૂ.0.30 વધી રૂ.262.30 બોલાઈ રહ્યો હતો.
ચાંદીનો વાયદો ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યો, સોનાનો વાયદો રૂ.45 જેટલો નરમ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,616ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,617 અને નીચામાં રૂ.6,530ના મથાળે અથડાઈ, રૂ.5 વધી રૂ.6,556 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.5 વધી રૂ.6,553 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.201ના ભાવે ખૂલી, રૂ.3.50 વધી રૂ.202.40 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 3.4 વધી 202.4 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં મામૂલી સુધારો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,280ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,300 અને નીચામાં રૂ.56,000ના મથાળે અથડાઈ, રૂ.320 વધી રૂ.56,300ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.70 ઘટી રૂ.943 બોલાયો હતો.
મેન્થા તેલ ઢીલુઃ કોટન–ખાંડી વાયદો રૂ.320 વધ્યો
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,819.87 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,082.32 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.629.48 કરોડનાં 15,624 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.890.06 કરોડનાં 46,883 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.237.39 કરોડનાં 3,540 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.32.06 કરોડનાં 544 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.1,049.69 કરોડનાં 4,671 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.313.06 કરોડનાં 4,515 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.60 કરોડનાં 17 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.4.79 કરોડનાં 140 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)