MCX: કોટન વાયદામાં 1104 ખાંડીના વોલ્યુમ સાથે રૂ.380નો સુધારો
મુંબઈ, 20 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,38,081 સોદાઓમાં કુલ રૂ.20,605.01 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,165.83 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 13425.16 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 47,879 સોદાઓમાં રૂ.4,347.58 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,945ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,984 અને નીચામાં રૂ.59,766ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8 વધી રૂ.59,798ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.33 વધી રૂ.48,294 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.5,940ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.13 વધી રૂ.59,696ના સ્તરે પહોંચ્યો હતો.
સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં નોમિનલ વધઘટ
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.76,525ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.76,674 અને નીચામાં રૂ.76,200ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1 ઘટી રૂ.76,408ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.22 વધી રૂ.76,196 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.23 વધી રૂ.76,200 બોલાઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.7,166 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 13425.16 કરોડનું ટર્નઓવર
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 14,086 સોદાઓમાં રૂ.1,619.57 કરોડના વેપાર થયા હતા. તાંબુ જુલાઈ વાયદો રૂ.724.40ના ભાવે ખૂલી, રૂ.9.50 વધી રૂ.731.75 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.15 વધી રૂ.197.40 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.182ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.2.65 વધી રૂ.215ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.1.15 વધી રૂ.197.55 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.182.10 જસત-મિની જુલાઈ વાયદો રૂ.2.45 વધી રૂ.214.90 બોલાઈ રહ્યો હતો.
મેન્થા તેલ નરમ, ક્રૂડ તેલમાં સાધારણ સુધારો
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 30,334 સોદાઓમાં રૂ.1,181.89 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,204ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,222 અને નીચામાં રૂ.6,177ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.6 વધી રૂ.6,212 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.7 વધી રૂ.6,211 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.216ના ભાવે ખૂલી, રૂ.4.40 વધી રૂ.219.70 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 4 વધી 219.7 બોલાઈ રહ્યો હતો.
ઓપન ઈન્ટરેસ્ટ 18,384 ખાંડીના સ્તરે
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.16.79 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,200 અને નીચામાં રૂ.57,800ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.380 વધી રૂ.58,020ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.20 ઘટી રૂ.872.60 બોલાયો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.14 કરોડનાં કામકાજ
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,308.38 કરોડનાં 3,851.426 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,039.20 કરોડનાં 266.538 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.392.68 કરોડનાં 6,33,530 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.789.21 કરોડનાં 3,62,01,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.167.69 કરોડનાં 8,498 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.31.73 કરોડનાં 1,740 ટન તાંબાના વાયદાઓમાં રૂ.968.92 કરોડનાં 13,295 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.451.23 કરોડનાં 21,065 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.6.40 કરોડનાં 1,104 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.10.39 કરોડનાં 117.72 ટનનાં કામકાજ થયાં હતાં.