MCX: ક્રૂડ તેલના વાયદામાં રૂ.119ની વૃદ્ધિ
મુંબઈ, 26 એપ્રિલઃ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.42,246.19 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.10,716.49 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 31520.92 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,212ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,750 અને નીચામાં રૂ.71,212 ના મથાળે અથડાઈ, રૂ.368 વધી રૂ.71,582ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,500 ઘટી રૂ.57,200 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.22 વધી રૂ.7,075ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.437 વધી રૂ.72,162ના સ્તરે પહોંચ્યો હતો.
સોના–ચાંદીમાં સુધારોઃ મેન્થા તેલ ઢીલુઃ
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.80,819ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.81,400 અને નીચામાં રૂ.80,800 ના મથાળે અથડાઈ, રૂ.443 વધી રૂ.81,127 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.416 વધી રૂ.81,010 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.394 વધી રૂ.81,044 બોલાઈ રહ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.8.78 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ એપ્રિલ વાયદો રૂ.853.40ના ભાવે ખૂલી, રૂ.8.85 વધી રૂ.857.25 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.4.75 ઘટી રૂ.243.70 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.3.60 વધી રૂ.191ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.3.40 વધી રૂ.254ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.0.75 ઘટી રૂ.246.85 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.50 વધી રૂ.190.30 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.1.80 વધી રૂ.252.10 બોલાઈ રહ્યો હતો.
નેચરલ ગેસ, કોટન–ખાંડીમાં નરમાઈનો માહોલ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,965ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,043 અને નીચામાં રૂ.6,965 ના મથાળે અથડાઈ, રૂ.119 વધી રૂ.7,030 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.114 વધી રૂ.7,025 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.166ના ભાવે ખૂલી, રૂ.4.80 ઘટી રૂ.160.50 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 4.5 ઘટી 161 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,680ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,680 અને નીચામાં રૂ.58,400 ના મથાળે અથડાઈ, રૂ.220 ઘટી રૂ.58,400ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.10 ઘટી રૂ.916.50 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.10,716 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 31,521 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,584.08 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.4,038.76 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.759.77 કરોડનાં 19,867 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,023.61 કરોડનાં 68,259 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.166.24 કરોડનાં 2,728 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.33.80 કરોડનાં 696 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.652.11 કરોડનાં 3,034 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.451.81 કરોડનાં 7,068 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.1.68 કરોડનાં 6 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.4.63 કરોડનાં 139 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)