MCX DAILY REPORT: સોનાના વાયદામાં રૂ.425 અને ચાંદીમાં રૂ.717નો ઉછાળો
મુંબઈ, 4 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,490 અને નીચામાં રૂ.61,053ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.425 વધી રૂ.61,390ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.334 વધી રૂ.49,021 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.45 વધી રૂ.6,147ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.212 વધી રૂ.61,285ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.76,284ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.76,305 અને નીચામાં રૂ.75,660ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.717 વધી રૂ.76,117ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.725 વધી રૂ.77,148 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.706 વધી રૂ.77,118 બોલાઈ રહ્યો હતો.
વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 3,10,940 સોદાઓમાં કુલ રૂ.23,735.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,865.24 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.14815.68 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 88,468 સોદાઓમાં રૂ.6,371.35 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ રૂ.24 ડાઉન, નેચરલ ગેસમાં મામૂલી સુધારો
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે તાંબુ મે વાયદો રૂ.735.95ના ભાવે ખૂલી, રૂ.4.45 વધી રૂ.739.80 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.1.20 ઘટી રૂ.206.75 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.183ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૂ.234ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.0.95 ઘટી રૂ.207.25 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.183.30 જસત-મિની મે વાયદો રૂ.0.10 ઘટી રૂ.234.30 બોલાઈ રહ્યો હતો. 10,222 સોદાઓમાં રૂ.1,109.15 કરોડના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,637ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,701 અને નીચામાં રૂ.5,607ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.24 ઘટી રૂ.5,623 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.25 ઘટી રૂ.5,626 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.180ના ભાવે ખૂલી, રૂ..50 વધી રૂ.179.10 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 0.6 વધી 179.3 બોલાઈ રહ્યો હતો. 39,322 સોદાઓમાં રૂ.1,379.48 કરોડનો ધંધો થયો હતો.
કોટન-ખાંડી વાયદામાં વૃદ્ધિઃ મેન્થા તેલ ઢીલુ, બુલડેક્સ વાયદામાં રૂ.54 કરોડનાં કામકાજ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.62,980ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,000 અને નીચામાં રૂ.62,820ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.120 વધી રૂ.62,900ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.10 ઘટી રૂ.967.40 બોલાયો હતો. રૂ.5.26 કરોડનાં કામકાજ થયા હતા.
કોમોડિટી વાયદાઓમાં રૂ.8,865 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.14815 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,191.95 કરોડનાં 5,202.743 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,179.40 કરોડનાં 411.700 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.829.69 કરોડનાં 14,64,870 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.549.79 કરોડનાં 3,05,40,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.222.51 કરોડનાં 10,727 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.30.50 કરોડનાં 1,663 ટન તાંબાના વાયદાઓમાં રૂ.529.09 કરોડનાં 7,138 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.327.05 કરોડનાં 13,907 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.53 કરોડનાં 720 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ..73 કરોડનાં 7.56 ટનનાં કામકાજ થયાં હતાં.