MCX DAILY REPORT: ક્રૂડ વાયદામાં રૂ.33નો સુધારો
મુંબઈ, 26 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.48,448.27 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.12,032.52 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.36398.48 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.65,949ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.66,439 અને નીચામાં રૂ.65,880 ના મથાળે અથડાઈ, રૂ.253 વધી રૂ.66,275ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.238 વધી રૂ.53,400 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.6,499ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.308 વધી રૂ.66,170ના સ્તરે પહોંચ્યો હતો.
સોનાનો વાયદો રૂ.253 અને ચાંદીનો વાયદો રૂ.82 વધ્યો
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,829ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.75,244 અને નીચામાં રૂ.74,481 ના મથાળે અથડાઈ, રૂ.82 વધી રૂ.75,005 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.82 વધી રૂ.75,000 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.87 વધી રૂ.74,980 બોલાઈ રહ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.17.36 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ માર્ચ વાયદો રૂ.755ના ભાવે ખૂલી, રૂ.0.85 વધી રૂ.757.65 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.2.20 ઘટી રૂ.208.90 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.176ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.2.45 ઘટી રૂ.216ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.85 વધી રૂ.209.75 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.20 ઘટી રૂ.175.55 જસત-મિની માર્ચ વાયદો રૂ.2.70 ઘટી રૂ.219.90 બોલાઈ રહ્યો હતો.
નેચરલ ગેસનો વાયદો ઢીલો રહ્યો
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,831ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,859 અને નીચામાં રૂ.6,796 ના મથાળે અથડાઈ, રૂ.33 વધી રૂ.6,857 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.30 વધી રૂ.6,853 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.151ના ભાવે ખૂલી, રૂ.0.30 ઘટી રૂ.150.60 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 0.3 ઘટી 150.9 બોલાઈ રહ્યો હતો.
કોટન–ખાંડીમાં રૂ.440નો સુધારો, મેન્થા તેલ નરમ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.60,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,000 અને નીચામાં રૂ.60,000 ના મથાળે અથડાઈ, રૂ.440 વધી રૂ.60,000ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.40 ઘટી રૂ.926 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.12,033 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.36,398 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.7,401.11 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,858.80 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.365.94 કરોડનાં 12,251 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.794.27 કરોડનાં 57,729 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.91.11 કરોડનાં 1,236 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.14.13 કરોડનાં 256 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.318.44 કરોડનાં 1,679 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.203.78 કરોડનાં 3,348 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.8.34 કરોડનાં 28 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.2.97 કરોડનાં 88 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ #ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)