મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,920ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,950 અને નીચામાં રૂ.55,704ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.110 ઘટી રૂ.55,754ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.77 ઘટી રૂ.44,567 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.8 ઘટી રૂ.5,519ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,849ના ભાવે ખૂલી, રૂ.104 ઘટી રૂ.55,688ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,671ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,694 અને નીચામાં રૂ.68,081ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.616 ઘટી રૂ.68,284ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.578 ઘટી રૂ.68,337 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.578 ઘટી રૂ.68,352 બોલાઈ રહ્યો હતો. સોના-ચાંદીમાં MCX પર 78,807 સોદાઓમાં કુલ રૂ.4,170.43 કરોડનાં કામકાજ થયાં હતાં.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.45 ઘટી રૂ.210.50 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.0.75 ઘટી રૂ.280ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.3.15 ઘટી રૂ.748.45 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.189ના ભાવ થયા હતા. MCX ખાતે 9,280 સોદાઓમાં રૂ.1,538.42 કરોડના વેપાર થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,154ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,178 અને નીચામાં રૂ.6,081ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.34 ઘટી રૂ.6,158 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.28.50 ઘટી રૂ.311.30 બોલાઈ રહ્યો હતો. MCX પર 35,503 સોદાઓમાં કુલ રૂ.1,872.43 કરોડનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.40 ઘટી રૂ.1067.40 થયો હતો. MCX ખાતે 222 સોદાઓમાં રૂ.10.59 કરોડનાં કામકાજ થયા હતા. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,87,158 સોદાઓમાં કુલ રૂ.20,199.24 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7591.87 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.12581.48 કરોડનો હતો.