અમદાવાદ ખાતે હાજર બજારમાં પણ સોનું 999 10 ગ્રામદીઠ રૂ. 58000ની અગાઉની સર્વોચ્ચ સપાટીએ આંબી ગયું હતું. જ્યારે ચાંદી ચોરસા કીલોદીઠ રૂ. 67500ની સપાટીએ રહી હતી

ચાંદી, ક્રૂડ તેલ, મેન્થા તેલ પણ સુધર્યાઃ નેચરલ ગેસમાં નરમાઈ

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,915ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં ઓલ ટાઈમ હાઈ રૂ.56,245 નોંધાયો, જ્યારે નીચામાં રૂ.55,900ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.269 વધી રૂ.56,144ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.143 વધી રૂ.44,758 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.20 વધી રૂ.5,545ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,845ના ભાવે ખૂલી, રૂ.228 વધી રૂ.56,029ના સ્તરે પહોંચ્યો હતો. સોના-ચાંદીમાં 74,801 સોદાઓમાં કુલ રૂ.5,154.79 કરોડનાં કામકાજ થયાં હતાં. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,717ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,916 અને નીચામાં રૂ.68,310 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.80 વધી રૂ.68,723 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.75 વધી રૂ.68,755 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.76 વધી રૂ.68,751 બોલાઈ રહ્યો હતો.

વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,95,343 સોદાઓમાં કુલ રૂ.23,719.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8246.56 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.15439.69 કરોડનો હતો. બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.60 વધી રૂ.217.20 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.4.20 વધી રૂ.287ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.55 ઘટી રૂ.768.70 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી રૂ.190ના ભાવ થયા હતા. 9,429 સોદાઓમાં રૂ.1,531.46 કરોડના વેપાર થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,372ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,454 અને નીચામાં રૂ.6,360 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.53 વધી રૂ.6,444 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.20 ઘટી રૂ.305.90 બોલાઈ રહ્યો હતો. એમસીએક્સ પર 30,242 સોદાઓમાં કુલ રૂ.1,545.80 કરોડનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.15.10 વધી રૂ.1064.50 થયો હતો. એમસીએક્સ ખાતે 319 સોદાઓમાં રૂ.14.51 કરોડનાં કામકાજ થયા હતા.