કોટન-ખાંડીમાં તેજીનો માહોલઃ નેચરલ ગેસ, મેન્થા તેલ નરમ

મુંબઈ, 17 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,269ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,415 અને નીચામાં રૂ.58,143 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.339 વધી રૂ.58,345ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.231 વધી રૂ.45,924 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.27 વધી રૂ.5,716ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.329 વધી રૂ.58,271ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.67,140ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,495 અને નીચામાં રૂ.67,003 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.727 વધી રૂ.67,258 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.666 વધી રૂ.67,299 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.682 વધી રૂ.67,334 બોલાઈ રહ્યો હતો. સોના-ચાંદીમાં એમસીએક્સ પર બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,654 સોદાઓમાં રૂ.1,409.65 કરોડના વેપાર થયા હતા. તાંબુ માર્ચ વાયદો રૂ.755.80ના ભાવે ખૂલી, રૂ.5.10 વધી રૂ.756.40 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.45 વધી રૂ.205.05 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.182ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.3 વધી રૂ.258ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.1.30 વધી રૂ.205.20 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.182.10 જસત-મિની માર્ચ વાયદો રૂ.2.95 વધી રૂ.258.50 બોલાઈ રહ્યો હતો. 72,635 સોદાઓમાં રૂ.4,647.21 કરોડનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,752 અને નીચામાં રૂ.5,646 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4 ઘટી રૂ.5,691 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.2 ઘટી રૂ.5,750 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.209ના ભાવે ખૂલી, રૂ.6.10 ઘટી રૂ.204.20 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 5.8 ઘટી 215.5 બોલાઈ રહ્યો હતો. 43,696 સોદાઓમાં રૂ.1,624.9 કરોડનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ખાંડી એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,760ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,900 અને નીચામાં રૂ.61,480 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.220 વધી રૂ.61,620ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.60 ઘટી રૂ.1,003.90 બોલાયો હતો. રૂ.10.30 કરોડનાં કામકાજ થયા હતા.