ભરતી મેળામાં ૨૭ જેટલી કંપનીઓ ઉપસ્થિત રહેશે

અમદાવાદ, 17 માર્ચઃ દેશના ૨૪૨ જિલ્લાઓમાં યોજાનાર પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળા અંતર્ગત I.T.I. કુબેરનગર ખાતે એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉમેદવારો એપ્રેન્ટીસ તરીકે જોડાઈ સ્ટાઇપેન્ડની સાથોસાથ નવી સ્કિલ પ્રાપ્ત કરી પોતાના કેરીયરને સાચી દિશા આપી શકશે. આ ભરતી મેળામાં ૨૭ કંપનીઓ ઉપસ્થિત રહેશે. આઇ.ટી.આઇ તથા ધોરણ ૧૦, ૧૨ પાસ અને તેથી વધુ ભણેલા ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો અને આધાર કાર્ડની નકલ સાથે I.T.I. કુબેરનગર, ગેલેક્ષી સિનેમા પાસે, નરોડા રોડ, અમદાવાદ ખાતે તા. ૨૦ માર્ચ, ૨૦૨૩ના સવારે ૧૦.૩૦થી ૦૫.૦૦ કલાક સુધી હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.