MCX DAILY REPORT: સોના-ચાંદીના વાયદામાં તેજીને બ્રેકઃ સોનાનો વાયદો રૂ.619 અને ચાંદીનો વાયદો રૂ.1290 ઘટ્યો
મુંબઈઃ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.91181.97 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.21252.04 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.69917.37 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 33185 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1149.24 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17740.71 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.134736ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.134770 અને નીચામાં રૂ.134166ના સ્તરને સ્પર્શી, રૂ.134894ના આગલા બંધ સામે રૂ.619 ઘટી રૂ.134275ના સ્તરે પહોંચ્યો હતો.

ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.361 ઘટી રૂ.107512ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.24 ઘટી રૂ.13466ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.416 ઘટી રૂ.132699ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.133313ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.133420 અને નીચામાં રૂ.132908ના મથાળે અથડાઈ, રૂ.133373ના આગલા બંધ સામે રૂ.320 ઘટી રૂ.133053ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.206526ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.207060 અને નીચામાં રૂ.205381ના મથાળે અથડાઈ, રૂ.207435ના આગલા બંધ સામે રૂ.1290 ઘટી રૂ.206145ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.1155 ઘટી રૂ.206735ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.1071 ઘટી રૂ.206789ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
| ક્રૂડ તેલના વાયદામાં રૂ.22ની નરમાઇઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.21252.04 કરોડ | કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.69917.37 કરોડનું ટર્નઓવર |
| સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17740.71 કરોડનાં કામકાજ | બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 33185 પોઇન્ટના સ્તરે |
બિનલોહ ધાતુઓમાં રૂ. 1554.11 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ડિસેમ્બર વાયદો રૂ.1.8 ઘટી રૂ.1111.55ના ભાવે બોલાયો હતો. જસત ડિસેમ્બર વાયદો રૂ.1.85 ઘટી રૂ.302.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 45 પૈસા ઘટી રૂ.281.1ના સ્તરે પહોંચ્યો હતો. સીસું ડિસેમ્બર વાયદો 15 પૈસા વધી રૂ.180.8ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1948.65 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ડિસેમ્બર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3776ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3820 અને નીચામાં રૂ.3771ના મથાળે અથડાઈ, રૂ.15 વધી રૂ.3787ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5092ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5108 અને નીચામાં રૂ.5054ના મથાળે અથડાઈ, રૂ.5081ના આગલા બંધ સામે રૂ.22 ઘટી રૂ.5059ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.23 ઘટી રૂ.5057ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.7.6 વધી રૂ.370.5 થયો હતો. નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.7.5 વધી રૂ.370.3ના સ્તરે પહોંચ્યો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.960ના ભાવે ખૂલી, રૂ.23.1 ઘટી રૂ.938.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ડિસેમ્બર વાયદો રૂ.20 ઘટી રૂ.25260ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલચી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.2665ના ભાવે ખૂલી, રૂ.14 વધી રૂ.2670ના સ્તરે પહોંચ્યો હતો.
સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 7465.92 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 10274.79 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1246.58 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 82.43 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 14.92 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 210.18 કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 8.94 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 467.53 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1472.18 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.35 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 16995 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 77918 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 22156 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 348729 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 37547 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 16985 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 41381 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 113531 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 799 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 26041 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 41898 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ડિસેમ્બર વાયદો 33301 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 33301 પોઇન્ટના સ્તર અને નીચામાં 33181 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 152 પોઇન્ટ ઘટી 33185 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

સોનું ડિસેમ્બર રૂ.130000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.89 વધી રૂ.549 થયો હતો. આ સામે ચાંદી ડિસેમ્બર રૂ.205000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.334 વધી રૂ.4993ના ભાવે બોલાયો હતો. તાંબું ડિસેમ્બર રૂ.1100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 44 પૈસા વધી રૂ.8.57ના ભાવે બોલાયો હતો. જસત ડિસેમ્બર રૂ.295ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 42 પૈસા વધી રૂ.1.6ના ભાવે બોલાયો હતો.
