MCX: સોના વાયદામાં રૂ.397, ચાંદીમાં રૂ.685 ઘટ્યા
મુંબઈ, 10 નવેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.36,647.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.397ના ભાવઘટાડા સાથે રૂ.59,885ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.685 ઘટી રૂ.70,528 બોલાઈ રહ્યો હતો. આ સામે ક્રૂડ તેલનો નવેમ્બર વાયદો બેરલદીઠ રૂ.33 વધી રૂ.6,405 થયો હતો. કોટન-ખાંડી વાયદો ખાંડીદીઠ રૂ.160 વધી રૂ.57,000 થયો હતો.
ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 14,36,157 સોદાઓમાં કુલ રૂ.1,27,440.39 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.22,954.1 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 104470.5 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં એમસીએક્સ પર 2,27,406 સોદાઓમાં રૂ.15,767.04 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,903ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,351 અને નીચામાં રૂ.59,760 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.273 વધી રૂ.60,282ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.59 ઘટી રૂ.48,764 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.9 વધી રૂ.5,974ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.228 વધી રૂ.60,271ના સ્તરે પહોંચ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.16 કરોડનાં કામકાજ
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.70,450ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,733 અને નીચામાં રૂ.70,205 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.163 વધી રૂ.71,213 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.168 વધી રૂ.71,275 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.182 વધી રૂ.71,293 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં એમસીએક્સ ખાતે 11,464 સોદાઓમાં રૂ.1,473.9 કરોડના વેપાર થયા હતા. તાંબુ નવેમ્બર વાયદો રૂ.703.10ના ભાવે ખૂલી, રૂ.0.95 વધી રૂ.704.95 જ્યારે એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.40 ઘટી રૂ.206.55 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.50 ઘટી રૂ.187ના ભાવ થયા હતા. જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.229ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.05 ઘટી રૂ.207.25 સીસુ-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.187 જસત-મિની નવેમ્બર વાયદો રૂ.0.25 વધી રૂ.228.65 બંધ થયો હતો.
ક્રૂડ તેલમાં રૂ.33નો સાધારણ સુધારો
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં એમસીએક્સ પર 1,41,562 સોદાઓમાં રૂ.5,693.59 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,319ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,431 અને નીચામાં રૂ.6,283 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.98 વધી રૂ.6,372 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.92 વધી રૂ.6,375 બંધ થયો હતો. નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.261ના ભાવે ખૂલી, રૂ..30 ઘટી રૂ.256.90 અને નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો 0.4 ઘટી 257.2 બંધ થયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.22,954 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 104470.5 કરોડનું ટર્નઓવર
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં એમસીએક્સ ખાતે રૂ.19.57 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,220 અને નીચામાં રૂ.56,240 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.460 ઘટી રૂ.56,840ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.12.40 ઘટી રૂ.938.50 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.5,364.06 કરોડનાં 8,929.947 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.10,402.98 કરોડનાં 1,461.452 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,931.84 કરોડનાં 3,038,990 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.3,761.75 કરોડનાં 144,327,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.128.21 કરોડનાં 6,199 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.37.45 કરોડનાં 2,002 ટન તાંબાના વાયદાઓમાં રૂ.979.94 કરોડનાં 13,913 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.328.30 કરોડનાં 14,370 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.7.15 કરોડનાં 1,248 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.12.42 કરોડનાં 131.4 ટનનાં કામકાજ થયાં હતાં.