MCX: સોનાનો વાયદો રૂ.453 ઘટ્યો, ચાંદીનો વાયદો રૂ.546 વધ્યો
અમદાવાદ, 10 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.29,560.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,631.43 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 20920.49 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,149ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,150 અને નીચામાં રૂ.70,751ના મથાળે અથડાઈ, રૂ.453 ઘટી રૂ.70,900ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.108 ઘટી રૂ.58,230 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.36 ઘટી રૂ.7,068ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.475 ઘટી રૂ.70,833ના સ્તરે પહોંચ્યો હતો.
સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.89,355ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.89,952 અને નીચામાં રૂ.88,900ના મથાળે અથડાઈ, રૂ.546 વધી રૂ.89,635ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.464 વધી રૂ.89,564 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.464 વધી રૂ.89,592 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ જૂન વાયદો રૂ.852.60ના ભાવે ખૂલી, રૂ.2.75 વધી રૂ.856.40 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.80 ઘટી રૂ.234.80 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.188ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.50 વધી રૂ.252ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.0.60 ઘટી રૂ.235.80 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.188.05 જસત-મિની જૂન વાયદો રૂ.1.35 વધી રૂ.252 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.26ની નરમાઈ, નેચરલ ગેસમાં સુધારાનો સંચારઃ કોટન-ખાંડી
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,330ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,348 અને નીચામાં રૂ.6,295ના મથાળે અથડાઈ, રૂ.26 ઘટી રૂ.6,297 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.27 ઘટી રૂ.6,293 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.255ના ભાવે ખૂલી, રૂ.2.50 વધી રૂ.249 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 2.3 વધી 248.8 બોલાઈ રહ્યો હતો.
મેન્થા તેલ ઢીલાઃ બુલડેક્સ વાયદામાં રૂ.8.29 કરોડનાં કામકાજ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,800 અને નીચામાં રૂ.56,800ના મથાળે અથડાઈ, રૂ.40 ઘટી રૂ.56,800ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.14 ઘટી રૂ.914 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.8,631 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 20,920 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,866.45 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,617.05 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.229.27 કરોડનાં 6,925 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.606.58 કરોડનાં 26,645 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.150.71 કરોડનાં 2,279 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.32.62 કરોડનાં 576 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.696.12 કરોડનાં 3,255 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.429.41 કરોડનાં 6,505 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ..27 કરોડનાં 1 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.2.93 કરોડનાં 89 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)