મુંબઈ 24 એપ્રિલઃ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.36,056.4 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,229.5 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 26801.92 કરોડનો હતો.

 કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.70,987ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,190 અને નીચામાં રૂ.70,730ના મથાળે અથડાઈ, રૂ.247 ઘટી રૂ.70,782ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.348 વધી રૂ.58,420 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.177 ઘટી રૂ.6,992ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.140 ઘટી રૂ.71,450ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.80,753ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.81,055 અને નીચામાં રૂ.80,267ના મથાળે અથડાઈ, રૂ.363 ઘટી રૂ.80,315ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.315 ઘટી રૂ.80,030 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.374 ઘટી રૂ.79,983 બોલાઈ રહ્યો હતો.

બુલડેક્સ વાયદામાં 24.98 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ એપ્રિલ વાયદો રૂ.842.80ના ભાવે ખૂલી, રૂ.5.75 વધી રૂ.843.35 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.50 ઘટી રૂ.239.55 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.95 ઘટી રૂ.189ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૂ.248ના ભાવ સ્થિર હતો. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.1.50 વધી રૂ.242 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2.35 ઘટી રૂ.189 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.0.05 ઘટી રૂ.247.30 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલમાં નરમાઈઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,946ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,979 અને નીચામાં રૂ.6,897ના મથાળે અથડાઈ, રૂ.26 ઘટી રૂ.6,902 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.23 ઘટી રૂ.6,902 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.150ના ભાવે ખૂલી, રૂ.1.20 વધી રૂ.150.30 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 1.4 વધી 150.5 બોલાઈ રહ્યો હતો.

કોટન-ખાંડીના વાયદામાં ચાલુ રહેલો સુધારાનો દોર

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,540ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,780 અને નીચામાં રૂ.58,500ના મથાળે અથડાઈ, રૂ.200 વધી રૂ.58,740ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.36.80 વધી રૂ.931.90 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.9,229 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 26,802 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,703.57 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,787.56 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.371.17 કરોડનાં 12,300 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.939.84 કરોડનાં 59,321 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.256.92 કરોડનાં 3,291 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.92.68 કરોડનાં 1,615 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.665.63 કરોડનાં 3,145 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.390.66 કરોડનાં 5,840 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.3.66 કરોડનાં 13 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.17.82 કરોડનાં 540 લોટનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)