MCX: સોનાના વાયદામાં રૂ.1,121 અને ચાંદીમાં રૂ.915નો ઝડપી ઉછાળો
મુંબઈ, 10 મેઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે રૂ.54,000.85 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.13,161.66 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 40826.84 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,730ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,888 અને નીચામાં રૂ.71,730ના મથાળે અથડાઈ, રૂ.1,121 વધી રૂ.72,760ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,057 વધી રૂ.58,820 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.88 વધી રૂ.7,141ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,052 વધી રૂ.72,638ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.84,761ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.85,812 અને નીચામાં રૂ.84,761ના મથાળે અથડાઈ, રૂ.915 વધી રૂ.85,414ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.922 વધી રૂ.85,290 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.889 વધી રૂ.85,251 બોલાઈ રહ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.12.35 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ મે વાયદો રૂ.861.95ના ભાવે ખૂલી, રૂ.13.15 વધી રૂ.873 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.0.70 ઘટી રૂ.233.55 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.195ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.3.20 વધી રૂ.262ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.0.35 ઘટી રૂ.234.45 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.85 વધી રૂ.194.45 જસત-મિની મે વાયદો રૂ.2.95 વધી રૂ.261.65 બોલાઈ રહ્યો હતો.
નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારો
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,630ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,679 અને નીચામાં રૂ.6,630ના મથાળે અથડાઈ, રૂ.66 વધી રૂ.6,672 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.61 વધી રૂ.6,668 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.193ના ભાવે ખૂલી, રૂ.2.50 વધી રૂ.193.60 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 2.7 વધી 193.8 બોલાઈ રહ્યો હતો.
કોટન–ખાંડીમાં રૂ.120ની નરમાઈ, ક્રૂડ તેલનો વાયદો રૂ.66 વધ્યો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,600 અને નીચામાં રૂ.57,300ના મથાળે અથડાઈ, રૂ.120 ઘટી રૂ.57,300ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.40 વધી રૂ.963.90 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.13,161 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.40,826 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.5,829.74 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,688.07 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.411.78 કરોડનાં 11,164 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.873.26 કરોડનાં 47,908 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.301.74 કરોડનાં 4,393 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.30.57 કરોડનાં 571 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.1,518.25 કરોડનાં 6,963 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.497.42 કરોડનાં 7,216 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.1.93 કરોડનાં 7 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.8.90 કરોડનાં 258 લોટનાં કામકાજ થયાં હતાં
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)