MCX: સોનાના વાયદામાં રૂ.133, ચાંદીમાં રૂ.113નો સુધારો
મુંબઈ, 18 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.8,159.32 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.2,765.2 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 5393.10 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,575ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,692 અને નીચામાં રૂ.71,551 ના મથાળે અથડાઈ, રૂ.133 વધી રૂ.71,583ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.156 વધી રૂ.58,110 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.9 વધી રૂ.7,098ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.114 વધી રૂ.71,399ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.89,365ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.89,427 અને નીચામાં રૂ.88,829 ના મથાળે અથડાઈ, રૂ.113 વધી રૂ.88,933 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.139 વધી રૂ.88,859 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.145 વધી રૂ.88,861 બોલાઈ રહ્યો હતો.
બુલડેક્સ વાયદામાં 1.02 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ જૂન વાયદો રૂ.851.40ના ભાવે ખૂલી, રૂ.0.25 ઘટી રૂ.849.40 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૂ.231.50 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.188ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.258ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.0.15 ઘટી રૂ.232.60 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.188.45 જસત-મિની જૂન વાયદો રૂ.0.60 વધી રૂ.258.15 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલમાં રૂ.21ની વૃદ્ધિ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,692ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,697 અને નીચામાં રૂ.6,687 ના મથાળે અથડાઈ, રૂ.21 વધી રૂ.6,691 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.26 વધી રૂ.6,691 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.234ના ભાવે ખૂલી, રૂ.1.40 વધી રૂ.235.20 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 1.5 વધી 235.4 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,100 અને નીચામાં રૂ.56,100 ના મથાળે અથડાઈ, કોઈ ફેરફાર વગર રૂ.56,100ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.80 ઘટી રૂ.902.20 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.2,765 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 5,393 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.678.21 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,191.71 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.94.55 કરોડનાં 3,190 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.285.01 કરોડનાં 13,506 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.64.58 કરોડનાં 808 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.11.77 કરોડનાં 197 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.333.34 કરોડનાં 1,564 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.118.15 કરોડનાં 1,765 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ..27 કરોડનાં 1 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.5.23 કરોડનાં 160 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)