મુંબઈઃ, 20 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે રૂ.30,215.13 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.10,310.16 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 19896.30 કરોડનો હતો.

 કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,880ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,225 અને નીચામાં રૂ.71,806ના મથાળે અથડાઈ, રૂ.277 વધી રૂ.72,009ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.174 વધી રૂ.58,271 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.9 વધી રૂ.7,105ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.273 વધી રૂ.71,792ના સ્તરે પહોંચ્યો હતો.

મેન્થા તેલ, નેચરલ ગેસ નરમ

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.89,989ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.91,111 અને નીચામાં રૂ.89,989ના મથાળે અથડાઈ, રૂ.1,327 વધી રૂ.90,802ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,235 વધી રૂ.90,447 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,250 વધી રૂ.90,451 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ જૂન વાયદો રૂ.856.25ના ભાવે ખૂલી, રૂ.2.45 વધી રૂ.857 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.55 વધી રૂ.232.50 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.20 ઘટી રૂ.188ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.20 ઘટી રૂ.261ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.1.15 વધી રૂ.233.45 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી રૂ.188.60 જસત-મિની જૂન વાયદો રૂ.0.10 ઘટી રૂ.260.70 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલ રૂ.24 સુધર્યું

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,729ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,762 અને નીચામાં રૂ.6,719ના મથાળે અથડાઈ, રૂ.24 વધી રૂ.6,757 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.25 વધી રૂ.6,757 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.245ના ભાવે ખૂલી, રૂ.2.10 ઘટી રૂ.239.80 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 2.1 ઘટી 239.8 બોલાઈ રહ્યો હતો.

કોટનખાંડી વાયદાના ભાવમાં રૂ.790ની તેજી

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,750 અને નીચામાં રૂ.56,800ના મથાળે અથડાઈ, રૂ.790 વધી રૂ.57,750ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.40 ઘટી રૂ.906 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.10,310 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 19,896 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,579.88 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.5,444.43 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.139.66 કરોડનાં 4,801 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.616.18 કરોડનાં 29,186 લોટ નાં કામ થયાં હતાં.

બુલડેક્સ વાયદામાં રૂ.8.67 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.156.69 કરોડનાં 2,263 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.48.12 કરોડનાં 746 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.1,007.39 કરોડનાં 4,694 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.303.10 કરોડનાં 4,218 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.8.80 કરોડનાં 32 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.5.93 કરોડનાં 180 લોટનાં કામકાજ થયાં હતાં.