MCX: સોનાના વાયદામાં રૂ.521 અને ચાંદીમાં રૂ.1156નો ઉછાળો
મુંબઈ, 2 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.45,575.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11,039.89 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 34521.05 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.68,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,849 અને નીચામાં રૂ.68,545ના મથાળે અથડાઈ, રૂ.521 વધી રૂ.68,810ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.367 વધી રૂ.54,970 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.49 વધી રૂ.6,685ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.420 વધી રૂ.68,683ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.75,750ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.76,895 અને નીચામાં રૂ.75,310ના મથાળે અથડાઈ, રૂ.1,156 વધી રૂ.76,688ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,093 વધી રૂ.76,545 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,097 વધી રૂ.76,542 બોલાઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.11,040 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 34,521 કરોડનું ટર્નઓવર
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ એપ્રિલ વાયદો રૂ.766.85ના ભાવે ખૂલી, રૂ.5.15 વધી રૂ.771.05 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2.60 વધી રૂ.212.15 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.20 ઘટી રૂ.178ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2.95 વધી રૂ.221ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.2.45 વધી રૂ.212.20 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.178.75 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.2.90 વધી રૂ.220.70 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલમાં રૂ.91ની વૃદ્ધિ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.7,013ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,123 અને નીચામાં રૂ.7,003ના મથાળે અથડાઈ, રૂ.91 વધી રૂ.7,088 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.89 વધી રૂ.7,086 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.153ના ભાવે ખૂલી, રૂ.1.80 ઘટી રૂ.152.10 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 1.5 ઘટી 152.4 બોલાઈ રહ્યો હતો.
નેચરલ ગેસ, કોટન–ખાંડી, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.62,360ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,500 અને નીચામાં રૂ.62,360ના મથાળે અથડાઈ, રૂ.20 ઘટી રૂ.62,500ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.40 ઘટી રૂ.927 બોલાયો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.14.19 કરોડનાં કામકાજ
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,573.06 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.4,914.45 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.682.09 કરોડનાં 16,454 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.947.14 કરોડનાં 63,437 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.166.51 કરોડનાં 2,681 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.25.80 કરોડનાં 522 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.346.90 કરોડનાં 1,804 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.379.27 કરોડનાં 6,207 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.2.70 કરોડનાં 9 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.1.98 કરોડનાં 59 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)