મુંબઈ, 11 ઓક્ટોબરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 73,957 સોદાઓમાં રૂ.5,347.66 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.57,619ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.57,995 અને નીચામાં રૂ.57,600ના મથાળે અથડાઈ રૂ.339 વધી રૂ.57,968ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.83 વધી રૂ.46,553 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.22 વધી રૂ.5,806ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.282 વધી રૂ.57,646ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.69,146ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.69,749 અને નીચામાં રૂ.68,973ના સ્તરે પહોંચ્યા બાદ રૂ.747 વધી રૂ.69,665 બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.684 વધી રૂ.69,681 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.676 વધી રૂ.69,726 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 37,175 સોદાઓમાં રૂ.1,659.15 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.7,179ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.7,208 અને નીચામાં રૂ.7,106ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.21 ઘટી રૂ.7,140 રહ્યો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.21 ઘટી રૂ.7,139 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.283ના ભાવે ખૂલી, રૂ.5.70 વધી રૂ.286.50 અને નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો 5.5 વધી 286.3 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદામાં નરમ માહોલ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.10.34 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.59,400ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,400 અને નીચામાં રૂ.59,020 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.380 ઘટી રૂ.59,160ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.20 ઘટી રૂ.921.10 બોલાયો હતો.