MCX: સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ ક્રૂડમાં વૃદ્ધિ
મુંબઈ, 14 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,301ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,395 અને નીચામાં રૂ.59,162 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.29 ઘટી રૂ.59,189ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.21 ઘટી રૂ.47,893 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 ઘટી રૂ.5,925ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.84 ઘટી રૂ.59,138ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.72,330ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,554 અને નીચામાં રૂ.72,220 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.190 વધી રૂ.72,284 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.125 વધી રૂ.72,287 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.131 વધી રૂ.72,298 બોલાઈ રહ્યો હતો.
એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.204.65
વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,94,064 સોદાઓમાં કુલ રૂ.32,441.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,037.1 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 25393.43 કરોડનો હતો. સોના-ચાંદીમાં એમસીએક્સ પર 51,609 સોદાઓમાં રૂ.3,597.62 કરોડનાં કામકાજ થયાં હતાં. બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે તાંબુ જૂન વાયદો રૂ.728.25ના ભાવે ખૂલી, રૂ.1.45 વધી રૂ.729.90 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.204.65 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.184ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.4.35 વધી રૂ.219ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.0.65 વધી રૂ.204.85 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.183.70 જસત-મિની જૂન વાયદો રૂ.4.15 વધી રૂ.219.25 બોલાઈ રહ્યો હતો. 14,224 સોદાઓમાં રૂ.1,499.48 કરોડના વેપાર થયા હતા.
બુલડેક્સ વાયદામાં રૂ.11 કરોડનાં કામકાજ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,722ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,789 અને નીચામાં રૂ.5,710 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.48 વધી રૂ.5,777 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.48 વધી રૂ.5,776 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.190ના ભાવે ખૂલી, રૂ.50 ઘટી રૂ.192.10 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 0.3 ઘટી 192.4 બોલાઈ રહ્યો હતો. 51,882 સોદાઓમાં રૂ.1,919.98 કરોડનો ધંધો થયો હતો.
કોટન ખાંડી જૂન વાયદો રૂ.660 ઘટી રૂ.57,540ના સ્તરે
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,860ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,000 અને નીચામાં રૂ.57,400 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.660 ઘટી રૂ.57,540ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.70 ઘટી રૂ.921.10 બોલાયો હતો. રૂ.20.02 કરોડનાં કામકાજ થયા હતા.
કોમોડિટી વાયદાઓમાં રૂ.7,037 કરોડ, ઓપ્શન્સમાં રૂ. 25393 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,803.29 કરોડનાં 3,040.800 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,794.33 કરોડનાં 247.234 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.890.09 કરોડનાં 15,42,920 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,029.89 કરોડનાં 5,35,16,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.106.34 કરોડનાં 5,191 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.45.33 કરોડનાં 2,472 ટન તાંબાના વાયદાઓમાં રૂ.732.32 કરોડનાં 10,053 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.615.49 કરોડનાં 28,253 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.13.87 કરોડનાં 2,400 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.6.15 કરોડનાં 66.6 ટનનાં કામકાજ થયાં હતાં.