MCX Rates: સોનાના વાયદાના ભાવમાં રૂ.180 અને ચાંદીમાં રૂ.197નો સુધારો
મુંબઈ, 29 જાન્યુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,080ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,247 અને નીચામાં રૂ.62,041ના મથાળે અથડાઈ, રૂ.180 વધી રૂ.62,144ના ભાવે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.194 વધી રૂ.50,389 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.34 ઘટી રૂ.6,118ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.163 વધી રૂ.62,199ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,854ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,233 અને નીચામાં રૂ.71,853ના મથાળે અથડાઈ, રૂ.197 વધી રૂ.71,970ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.198 વધી રૂ.72,040 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.191 વધી રૂ.72,052 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.725.90ના ભાવે ખૂલી, રૂ.2.65 ઘટી રૂ.724.05 જ્યારે એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.85 વધી રૂ.200.90 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.181ના ભાવ થયા હતા. જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.60 ઘટી રૂ.227ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.70 વધી રૂ.202.60 સીસુ-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.182.95 જસત-મિની જાન્યુઆરી વાયદો રૂ.0.95 ઘટી રૂ.226.35 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,448ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,529 અને નીચામાં રૂ.6,448ના મથાળે અથડાઈ, રૂ.114 વધી રૂ.6,495 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.115 વધી રૂ.6,492 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.182ના ભાવે ખૂલી, રૂ.3.40 ઘટી રૂ.179.10 અને નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો 3.5 ઘટી 179.4 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.55,620ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,620 અને નીચામાં રૂ.55,620ના મથાળે અથડાઈ, રૂ.640 ઘટી રૂ.55,620ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.80 વધી રૂ.918 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,559.02 કરોડનાં અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,559.80 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.669.38 કરોડનાં 19,556 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.575.73 કરોડનાં 35,742 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.104.05 કરોડનાં 1,655 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.17.77 કરોડનાં 277 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.223.84 કરોડનાં 1,230 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.175.51 કરોડનાં 2,788 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.97 કરોડનાં 18 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.2.07 કરોડનાં 62 લોટનાં કામકાજ થયાં હતાં.