મુંબઈ, 30 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 22થી 28 ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન રૂ.3,57,596.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.63,603.16 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,93,911.28 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે  10 ગ્રામદીઠ રૂ.62,784ના ભાવે ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,821 અને નીચામાં રૂ.62,687ના મથાળે અથડાઈ, રૂ.886ના ઉછાળા સાથે રૂ.63,389ના ભાવે પહોંચ્યો હતો. આ સામે સોનાનો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.63,090ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.64,150 અને નીચામાં રૂ.63,046 બોલાઈ, સપ્તાહના અંતે રૂ.878ના ઉછાળા સાથે રૂ.63,749ના સ્તરે બંધ થયો હતો.

ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ સપ્તાહ દરમિયાન 8 ગ્રામદીઠ રૂ.677 વધી રૂ.51,126 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ સપ્તાહ દરમિયાન 1 ગ્રામદીઠ રૂ.76 વધી રૂ.6,238ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો સપ્તાહ દરમિયાન 10 ગ્રામદીઠ રૂ.862 વધી રૂ.63,119ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીમાં રૂ.467ની નરમાઈ, બુલડેક્સ વાયદો 16476 પોઈન્ટના સ્તરે

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે  1 કિલોદીઠ રૂ.75,763ના ભાવે ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.76,046 અને નીચામાં રૂ.74,700ના મથાળે અથડાઈ, રૂ.467ની નરમાઈ સાથે રૂ.74,959ના સ્તરે બંધ થયો હતો. આ સામે ચાંદીનો મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.76,798ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.77,054 અને નીચામાં રૂ.75,826ના સ્તરને સ્પર્શી સપ્તાહના અંતે રૂ.443ના ભાવઘટાડા સાથે રૂ.76,093ના ભાવે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.402 ઘટી રૂ.74,983 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.390 ઘટી રૂ.74,999 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.63,603 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.2,93,911 કરોડનું ટર્નઓવર

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન, એમસીએક્સ ખાતે તાંબુ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.734.65ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.1.15 વધી રૂ.734.70 જ્યારે એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ સપ્તાહના અંતે રૂ.7.65 વધી રૂ.211.15 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ સપ્તાહના અંતે કોઈ ફેરફાર વગર રૂ.183ના ભાવ સ્થિર રહ્યા હતા. જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ સપ્તાહના અંતે રૂ.6.25 વધી રૂ.232ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે 1 કિલોદીઠ રૂ.7.25 વધી રૂ.211.05 સીસુ-મિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ સપ્તાહના અંતે રૂ.0.30 ઘટી રૂ.183.15 જસત-મિની જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.6.15 વધી રૂ.231.90 બોલાયો હતો.

ક્રૂડ તેલ રૂ.86 ડાઊન, મેન્થા તેલમાં નોમિનલ સુધારો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન, એમસીએક્સ પર ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે  1 બેરલદીઠ રૂ.6,156ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,343 અને નીચામાં રૂ.6,032ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.86 ઘટી રૂ.6,048 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.80 ઘટી રૂ.6,061 બોલાયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 એમએમબીટીયૂદીઠ રૂ.207ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.5.30 વધી રૂ.212.30 અને નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે 5.20 વધી 212.50 બોલાયો હતો.

કોટન-ખાંડી વાયદો રૂ.540 તેજ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન, એમસીએક્સ ખાતે કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.55,900ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.56,580 અને નીચામાં રૂ.55,900ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.540 વધી રૂ.56,240ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ સપ્તાહના અંતે 1 કિલોદીઠ રૂ.1.30 વધી રૂ.927.80 બોલાયો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 16,424 પોઈન્ટ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં 16,587 અને નીચામાં 16,381 બોલાઈ, સપ્તાહના અંતે 132 પોઈન્ટ વધી 16,476 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)