મુંબઈ, 15 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.60,402ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,371 અને નીચામાં રૂ.59,912ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.727 વધી રૂ.61,238ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.490 વધી રૂ.48,564 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.107 વધી રૂ.6,059ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.711 વધી રૂ.60,987ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.74,057ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.77,097 અને નીચામાં રૂ.74,057ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,357 વધી રૂ.76,927ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2,302 વધી રૂ.76,777 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2,325 વધી રૂ.76,777 બંધ થયો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 7,17,223 સોદાઓમાં રૂ.46,828.09 કરોડનાં કામકાજ થયાં હતાં.

વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 7થી 13 એપ્રિલ સુધીના સપ્તાહ દરમિયાન 40,00,090 સોદાઓમાં કુલ રૂ.3,23,747.26 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.76,777.72 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,46,788.14 કરોડનો હતો. સપ્તાહ દરમિયાન બુધવાર, 12 એપ્રિલના રોજ એક્સચેન્જ પર ચાંદીના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.2,051 કરોડ અને ચાંદી-મિનીના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.546 કરોડનું રેકોર્ડ દૈનિક ટર્નઓવર નોંધાયું હતું.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન તાંબુ એપ્રિલ વાયદો રૂ.770.10ના ભાવે ખૂલી, રૂ.17.15 વધી રૂ.788.25 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.70 વધી રૂ.208.25 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2.15 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.3.80 વધી રૂ.251ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.1.75 વધી રૂ.208.40 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2.15 વધી રૂ.182.85 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.3.60 વધી રૂ.251.10 બંધ થયો હતો. MCX ખાતે 62,873 સોદાઓમાં રૂ.7,619.2 કરોડના વેપાર થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર સપ્તાહ દરમિયાન ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,600ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,843 અને નીચામાં રૂ.6,525ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.142 વધી રૂ.6,735 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.142 વધી રૂ.6,735 બંધ થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.168ના ભાવે ખૂલી, રૂ.4.00 ઘટી રૂ.165.20 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 4.2 ઘટી 165.5 બંધ થયો હતો. 5,81,321 સોદાઓમાં રૂ.22,218.59 કરોડનો ધંધો થયો હતો.

ક્રૂડતેલનાવાયદામાંસેંકડાવધ્યાઃનેચરલગેસ, કોટન-ખાંડીમાંનરમાઈ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન MCX ખાતે કોટન ખાંડી એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.63,900ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,900 અને નીચામાં રૂ.62,500ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.420 ઘટી રૂ.62,980ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.10 વધી રૂ.997.10 બોલાયો હતો. રૂ.111.84 કરોડનાં કામકાજ થયા હતા.

મેન્થાતેલમાંસુધારોઃકોમોડિટીવાયદાઓમાંરૂ.76,778 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.2,46,788 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.17,485.71 કરોડનાં 28,848.516 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.29,342.38 કરોડનાં 3,877.446 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.10,472.88 કરોડનાં 1,56,80,410 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.11,745.71 કરોડનાં 66,09,03,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,108.21 કરોડનાં 53,813 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.416.54 કરોડનાં 22,920 ટન તાંબાના વાયદાઓમાં રૂ.4,078.83 કરોડનાં 52,568 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,015.62 કરોડનાં 81,380 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.89.21 કરોડનાં 14,064 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.22.63 કરોડનાં 228.96 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ MCX પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 21,982.139 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 959.149 ટન, તાંબાના વાયદાઓમાં 9,955 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 16,992 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,662 ટન તથા જસત અને જસત-મિનીમાં 20,485 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 8,29,600 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 7,37,64,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 17,136 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 299.16 ટનના સ્તરે રહ્યો હતો.

બુલડેક્સ વાયદામાંરૂ.181 કરોડનાં કામકાજ, ચાંદીઓપ્શન્સમાંરૂ.2,051 કરોડઅનેચાંદી-મિનીઓપ્શન્સમાંરૂ.546 કરોડનુંરેકોર્ડદૈનિકટર્નઓવર

સપ્તાહ દરમિયાન MCX પર બુલડેક્સ વાયદામાં રૂ.181.40 કરોડનાં 2190 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 724 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 16,390 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,789 અને નીચામાં 16,356 બોલાઈ, 433 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 276 પોઈન્ટ વધી 16,751 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં MCX પર રૂ.2,46,788.14 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7,247.25 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7,213.48 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,12,976.53 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.19,349.86 કરોડનાં કામકાજ થયાં હતાં.