મિરે એસેટે મિરે એસેટ નિફ્ટી બેંક ઈટીએફ લોન્ચ કર્યું
મુંબઈ, 12 જુલાઈઃ મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ નિફ્ટી બેંક ઈટીએફ લોન્ચ કરવાની જાહેરાત કરી છે જે નિફ્ટી બેંક TRIને અનુસરતી /ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે. ન્યૂ ફંડ ઓફર (NFO) 12 જુલાઈ, 2023ના રોજ ખુલે છે અને 18 જુલાઈના રોજ બંધ થાય છે અને 21 જુલાઈ, 2023ના રોજ આ સ્કીમ સતત વેચાણ અને પુનઃખરીદી માટે ફરીથી ખુલે છે. ફાળવણીની તારીખથી 5 દિવસ ઈટીએફ યુનિટ્સનું લિસ્ટિંગ સ્ટોક એક્સચેન્જીસ એટલે કે બીએસઈ અને એનએસઈ પર કરવામાં આવશે. મિરે એસેટ નિફ્ટી બેંક ઇટીએફનું સંચાલન સુશ્રી એકતા ગાલા દ્વારા કરવામાં આવશે. એનએફઓ દરમિયાન લઘુત્તમ રોકાણ રૂ. 5,000 અને ત્યાર બાદ રૂ. 1ના ગુણાંકમાં કરી શકાશે.
મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડના ઈટીએફ પ્રોડક્ટ હેડ શ્રી સિદ્ધાર્થ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, સમગ્ર બેંકિંગ સેક્ટર છેલ્લા 4-5 વર્ષોમાં ખૂબ જ સારી વૃદ્ધિ નોંધાવી રહ્યું છે અને મોટાભાગની બેંકોએ તેમની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) મુદ્દાને પાછળ છોડી દીધો છે. ફિનટેક ક્રાંતિ બેંકિંગ સેક્ટરના વિકાસમાં વધુ મદદ કરશે કારણ કે બેંકો વધુ સિનર્જી શોધવા માટે ફિનટેક સાથે ભાગીદાર બનશે. અર્થતંત્ર 7 ટકાની નજીકની વાર્ષિક વૃદ્ધિ નોંધાવવાની ધારણા છે ત્યારે ભારતીય બેંકિંગ ક્ષેત્ર આગામી વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવવા માટે તૈયાર છે.