પ્રમોટર, સીઈઓ અને અન્ય અગ્રણી રોકાણકારોના નેતૃત્વ હેઠળનો રાઉન્ડ પૂર્ણ, 1:1 બોનસ ઇશ્યૂ રજૂ કર્યો

અમદાવાદ, 31 જુલાઇઃ ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ કંપની મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડે વ્યૂહાત્મક ફંડ વધારવાની અને બોનસ શેર ઇશ્યૂ કરવાની જાહેરાત કરી છે. કંપની પ્રેફરન્શિયલ એલોટમેન્ટ દ્વારા શેર દીઠ રૂ. 560ના દરે રૂ. 300 કરોડનું ઇક્વિટી ફંડ એકત્ર કરે છે. બોર્ડે તેના રોકાણકારો માટે શેરના 1:1 બોનસ ઇશ્યૂને મંજૂરી આપી છે. કંપનીનો ચોખ્ખો નફો નાણાંકીય વર્ષ-2020માં રૂ. 2 કરોડથી વધીને નાણાંકીય વર્ષ-24માં રૂ. 123 કરોડ થયો છે.

ફંડ મેળવવાની કામગીરીનું નેતૃત્વ પ્રમોટર ગ્રૂપ એન્ટિટી મોનાર્ક ઇન્ફ્રાપાર્કસ પ્રાઇવેટ લિમિટેડ (રૂ. 99 કરોડ) અને કંપનીના સીઇઓ ગૌરવ ભંડારી (રૂ. 25 કરોડ) દ્વારા કરવામાં આવ્યું છે.

નવું મેળવેલું ફંડ મોનાર્ક નેટવર્થના વિવિધ બિઝનેસ વર્ટિકલ્સમાં વ્યૂહાત્મક પહેલ માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે. આ યોજનાઓમાં પીએમએસ ઓફરનું લોન્ચિંગ, માર્જિન ટ્રેડિંગ બુકનું સ્કેલિંગ, પ્રી આઈપીઓ ફંડ લોન્ચ કરવું, મ્યુચ્યુઅલ ફંડ લાયસન્સ માટે અરજી કરવી, ડેટ કેપિટલ માર્કેટ ડિવિઝનને મજબૂત બનાવવું, આઈપીઓ અંડરરાઇટિંગ અને અન્ય કામગીરીનો સમાવેશ થાય છે.

આ જાહેરાત અંગે એમએનસીએલના સીઈઓ ગૌરવ ભંડારીએ જણાવ્યું હતું કે, આ ફંડ ઊભું કરવાથી અમે અમારી વૃદ્ધિ પહેલને વેગ આપવા, અમારી ઓફરિંગમાં નવીનતા લાવવા અને અમારા હિતધારકોને ઉત્કૃષ્ટ મૂલ્ય પ્રદાન કરવાનું ચાલુ રાખવા માટે સશક્ત બનીશું.

એમએનસીએલના મેનેજિંગ ડિરેક્ટર વૈભવ શાહે જણાવ્યું હતું કે, 1:1 બોનસ શેરનો ઇશ્યૂ એ મોનાર્ક નેટવર્થની અપાર સંભાવનામાં અમારા રોકાણકારોની રહેલી દ્રઢ માન્યતાનું વળતર આપવા માટે અમારી કૃતજ્ઞતા અને પ્રતિબદ્ધતા દર્શાવવા માટેનો સંકેત છે. આ ફંડ એકત્ર કરવા સાથે, અમારી નેટવર્થ વધીને 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં રૂ. 700 કરોડ થઈ છે. અમારા 45 ટકા કર્મચારીઓ કંપનીમાં ESOP ધરાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)