મધરસન સુમી વાયરિંગનું એનએસઇ બીએસઇ ખાતે લિસ્ટિંગ
મધરસન સુમી વાયરિંગ ઇન્ડિયા લિ.ના શેર્સનું આજે બીએસઇ ખાતે સ્ક્રીપ કોડ“543498” સાથે અને એનએસઇ ખાતે સિમ્બોલ “MSUMI” સાથે રિલિસ્ટિંગ થયું હોવાની કંપનીએ જાહેરાત કરી છે.
પહેલા દિવસના ટ્રેડિંગની હાઇલાઇટ્સ
- શેર રૂ. રૂ. 66ના મથાળે ખુલી ઉપરમાં રૂ. 69.30ની પાંચ ટકાની અપર સર્કીટે હતો.
- નીચામાં એક તબક્કે રૂ. 62.70ની એટલેકે પાંચ ટકાની લોઅર સર્કીટ સાથે બંધ હતો.
- 9.84 લાખ શેર્સનું વોલ્યૂમ, ટર્નઓવર 6.46 કરોડ, માર્કેટકેપ 19800 કરોડ નોંધાયું છે.
- કંપનીમાં સમધરસન સુમી સિસ્ટમ્સ લિ. 33.4 ટકા જાપાનની સમિટોમો વાયરિંગ સિસ્ટમ્સ 25.3 ટકા શેર હોલ્ડિંગ ધરાવે છે.