નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર: ગોલ્ડી સોલારએ સાઉદી અરેબિયામાં કંપની ધરાવતી અને PV અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગ્રણી એવી ડેઝર્ટ ટેકનોલોજીઝ સાથે સમજૂતિ કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા છે. ભારત, સાઉદી અરેબિયા અને વિશ્વસ્તરે પુનઃપ્રાપ્ય ઉર્જા તકોમાં વધારો કરવાનો હેતુ ગોલ્ડી સોલાર અને ડેઝર્ટ ટેકનોલોજીઝ વચ્ચેના વ્યૂહાત્મક સમજૂતિ કરાર (MOU)માં સમાયેલો છે. ભારત-સાઉદી એનર્જી કોઓપરેશન સંધિ કે જેની પર જે કિંગ્ડમ ઓફ સાઉદી અરેબિયાના રોકાણ પ્રધાન માનનીય ખાલીદ અબ્દુલઅઝીઝ અલ ફલીહ અને ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન શ્રી પિયુષ ગોયલ વચ્ચે નવી દિલ્હીમાં ઇન્ડિયા સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમ 2023 દરમિયાનઇન્ડિયા-સાઉદી કોઓપરેશન સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તે MOUનો એક ભાગ છે.

MOUની શરતો હેઠળ, ગોલ્ડી સોલાર ભારતની પુનઃપ્રાપ્ય ઉર્જા મૂલ્ય શ્રૃંખલાના નોંધપાત્ર હિસ્સાનું સ્થાનિકીકરણ કરવા માટે TOPCON/HJT ટેકનોલોજીઝ પૂરી પાડશે, જેમા આરએન્ડી અને ઉત્પાદનનો સમાવેશ થાય છે. અનેક પ્રાથમિક હેતુઓમાંનો એક હેતુ PV મોડ્યૂલ ઉત્પાદન, PV સેલ ઉત્પાદન, eva એનકેપ્સ્યુલન્ટ્સ અને બેક શીટનું ઉત્પાદન સ્થાપિત કરવાનો છે. ઉત્પાદકીય ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા ઉપરાંત ગોલ્ડી સોલાર અને ડેઝર્ટ ટેકનોલોજીઝ યોજનાઓ, પ્રોસેસ ઓપ્ટીમાઇઝેશન, નવી પ્રોડક્ટ વિકાસ વગેરે સહિતના વિવિધ ક્ષેત્રો પર એક સાથે કામ પણ કરશે એમ ગોલ્ડી સોલારના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર, કેપ્ટન ઇશ્વર ધોળકીયાએ જણાવ્યું હતું.

ડેઝર્ટ ટેકનોલોજીઝના સીઇઓ ખાલીદ શર્બેટલીએ જણાવ્યું હતુ કે, આ ભાગીદારી બાંયધરીયુક્ત પરિણામો આપશે તેની અમને ખાતરી છે, જે સાઉદીના પુનઃપ્રાપ્ય બજારમાં નોંધપાત્ર યોગદાન આપશે અને 2030 સુધીમાં ભારતના પુનઃપ્રાપ્ય ઉર્જા લક્ષ્યાંકોને પહોંચી વળવામાં મદદ કરશે.