અમદાવાદ, 27 નવેમ્બર 2024: MP ગ્રૂપ જે 2002થી ઇન્સ્યોરન્સ અને ફાયનાન્સ સર્વિસમાં એક વિશ્વસનીય નામ છે, એક નવીન ડિજિટલ પ્લેટફોર્મ Bimavale.com લોન્ચ કર્યું છે. bimavale.com એક નવીન ડિજિટલ પ્લેટફોર્મ છે જે ગ્રાહકોને લાઇફ અને જનરલ ઇન્સ્યોરન્સ પૉલિસીઓની સરખામણી કરવા પસંદ કરવા અને ખરીદવાનો સીમલેસ અનુભવ પ્રદાન કરે છે.

bimavale.com નું લોન્ચિંગMP GROUP ની પેટાકંપની એમપી ઇન્ડિયા ઇન્સ્યોરન્સ બ્રોકિંગને ઓગસ્ટ 2024 માં ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI) તરફથી સંયુક્ત બ્રોકિંગ લાયસન્સ પ્રાપ્ત થયું છે. પ્લેટફોર્મ પહેલેથી જ 15 અગ્રણી વીમા પ્રદાતાઓ સાથે જોડાણ કરી ચૂક્યું છે, જે લાઇફ અને જનરલ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ બંને માટે વિવિધ વિકલ્પો પ્રદાન  કરે છે.

MP GROUP ના સ્થાપક અને CEO મિહિર પરીખે જણાવ્યું કે અમે 22 વર્ષથી વધુ સમયથી ઇન્સ્યોરન્સ અને ફાયનાન્સ સોલ્યુશન્સ પ્રદાન કરીએ છીએ. bimavale.com સાથે, અમે ગ્રાહકોને  વ્યાપક, પારદર્શક અને સરળ પ્લેટફોર્મ પ્રદાન કરવાનો હેતુ ધરાવીએ છીએ. શ્રેષ્ઠ પ્રીમિયમ પ્રાઇઝથી લઈને અધિકારીઓ સાથે ક્લેઈમ પ્રક્રિયાઓ અંગે ગ્રાહકોને માર્ગદર્શન આપવા સુધી, અમે bimavale.com સાથે વીમા ઉદ્યોગમાં નવા બેન્ચમાર્ક સેટ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ.”

હાલમાં તેના ટ્રાયલ તબક્કામાં bimavale.com દ્વારા આગામી 15 દિવસમાં પોલિસી ખરીદી શકાશે. bimavale.com એક ઓનલાઇન સાથે ઑફલાઇન થવાની યોજના ધરાવે છે. કંપની એક વર્ષની અંદર સમગ્ર ગુજરાતના મોટા શહેરોમાં ઓફિસર્સની નિમણૂંક કરશે, અને ત્યાર બાદ ત્રણ વર્ષમાં દેશભરમાં 25-30 શાખાઓ સ્થાપિત કરશે.

bimavale.com ના ડિરેક્ટર ભૂમિ શાહએ જણાવ્યું હતું કે, “ઇન્સ્યોરન્સ પ્રોડક્ટની વિશાળ શ્રેણી ઉપરાંત, Bimavale.com  વિવિધ ઓફરો સાથે પોતાને અલગ પાડે છે. જાણકાર અને અત્યંત અનુભવી ટીમ ધરાવતું પ્લેટફોર્મ સમગ્ર ઇન્સ્યોરન્સ જર્ની દરમિયાન નિષ્ણાત માર્ગદર્શનની ખાતરી આપે છે. આ પ્લેટફોર્મમાં ગ્રાહકોને ક્લેઇમ કરવામાં માર્ગદર્શન અને મદદ કરવા માટે સમર્પિત અધિકારી સાથેની ઇન-હાઉસ ક્લેઈમ ટીમ છે અને 24×7 ગ્રાહક હેલ્પલાઈન છે, જે શંકાઓને દૂર કરવા અને વિગતવાર માર્ગદર્શન આપવા માટે માત્ર એક કૉલ પર ઉપલબ્ધ છે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)